શોધખોળ કરો
Advertisement
મોદી-શાહનું કાશ્મીર પ્રશ્ને હવે પછીનું શું છે મિશન? પાકિસ્તાનને મોટો આંચકો આપીને ભરાશે આ પગલું?
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ને કબજે કરવા ભારતે લશ્કરી કાર્યવાહી કરવી પડે અને એ માટે મોદી-શાહની જોડી તૈયાર હોવાનું રાજકીય પંડિતો માને છે
નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કરીને ઐતિહાસિક નિર્ણય લીધો છે. કાશ્મીર સમસ્યાના ઉકેલની દિશામાં આ મોટું કદમ છે ત્યારે હવે પછી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જોડી શું કરે છે તેના પર સૌની નજર છે.
રાજકીય સૂત્રોના મતે મોદી-શાહની જોડીનું હવે પછીનું લક્ષ્ય કાશ્મીરે પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પાછું મેળવવાનું છે. પાકિસ્તાને 1847માં કાશ્મીર પર આક્રમણ કરીને ત્રીજા ભાગના કાશ્મીર પર કબજો કરી લીધો હતો. આ કાશ્મીર પર અત્યારે પાકિસ્તાનનો કબજો છે અને અમિત શાહ-મોદીનું લક્ષ્ય આ પ્રદેશ પાછું મેળવવાનું છે.
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ને કબજે કરવા ભારતે લશ્કરી કાર્યવાહી કરવી પડે અને એ માટે મોદી-શાહની જોડી તૈયાર હોવાનું રાજકીય પંડિતો માને છે. આ કાર્યવાહી રાતોરાત ના થાય અને તે માટે જોરદાર તૈયારી કરવી પડે તેથી તેમાં સમય લાગશે.
અલબત્ત મોદી-શાહની જોડી જે રીતે આગળ વધી રહી છે એ જોતાં મોદી સરકારના પાંચ વર્ષની બીજી ટર્મમાં આ કાર્ય પૂરું કરી દેશે એવું લાગે છે. પીઓકે પર ભારતનો કબજો થઈ જાય તો સંપૂર્ણ કાશ્મીર ભારતના કબજામાં આવી જાય એ જોતાં મોદી-શાહનું હવે પછીનું મિશન એ જ હોવું જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement