શોધખોળ કરો
Advertisement
મળો CMની વહુ રૂજિરાને, જેને અપનાવવા માટે એક સમયે મમતાએ કર્યો હતો ઇન્કાર, શું છે થાઇલેન્ડ સાથે કનેકશન
પશ્ચિમ બંગાળ કોલસા કૌભાંડના તાર રૂજિરા સુધી પહોંચી છે. થાઇલેન્ડની નાગરિકતા ઘરાવતી આ રૂજિરા કોણ છે અને તેનું સ્કેમ સાથે શું કનેકશન છે જાણીએ.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને ટીએમસીની વચ્ચે ઘર્ષણ જામ્યું છે. કોલસા કૌભાંડની તપાસ હવે મમતા બેનર્જીના આંગણા સુધી પહોંચી ગઇ છે. મંગળવારે સીબીઆઇના અધિકારીઓની ટીમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી અને તેમની પુત્રવધુ રૂજિરાની પૂછપરછ કરી હતી. કોલસા કૌભાંડ બાદ ચર્ચામાં આવેવી રૂજિરા આ પહેલા પણ વિવાદમાં સપડાઇ ચૂકી છે. કોણ છે રૂજિરા બેનર્જી નિરૂલા જાણીએ..
રૂજિરાનો જન્મ 1988 કોલકતામાં થયો હતો. 32 વર્ષિય રૂજિલાના મૂળ પંજાબની છે. જો કે તેમણે અભ્યાસ કોલકતામાં કર્યો હતો. તેમના પેરેન્ટસ દિલ્લી એનસીઆરમાં રહે છે. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક સાથે રૂજીરાની પહેલી મુલાકાત જાદવપુર યુનિવસિર્ટીમાં થઇ હતી. બંનેએ કોલેજ સ્ટડી સાથે કરી અને ત્યારબાદ કોલકતામાં 2012માં જ બંનેએ લગ્ન કરી લીધા.
જો કે જ્યારે અભિષેકે રૂજિરા સાથે લગ્ન કર્યો તો મમતા બેનર્જીથી અભિષેકના નિર્ણયથી નારાજ હતા. તેમણે તેમણે આ સંબંધનો લાંબા સમય સુધી સ્વીકાર ન હતો કર્યો. આજે અભિષેક અને રૂજિરાને બે દીકરીઓ અને એક દીકરો છે.
થાઇલેન્ડ સાથે રૂજિરાનું શું કનેકશન છે?
રૂજિરા વિશે વાત કરીએ તો રૂજિરા થાઇલેન્ડની પણ નાગરિકતા ધરાવે છે. આ મુદે વિરોધી પાર્ટીઓ અનેક વખત સવાલ ઉઠાવી ચૂકી છે. મમતા પર આરોપ લગાવાયો હતો કે, મમતાએ થાઇલેન્ડની બેન્કમાં કેશ જમા કરાવવા માટે વહુને થાઇલેન્ડની નાગરિક બનાવી છે.
રૂજિરા સોશિયલ મીડિયા પર બિલકુલ એક્ટિલ નથી. તે ક્યારેય રાજકિય બબાતો પર કોઇ અભિપ્રાય રજૂ નથી કરતી પરંતુ આજે રૂજિરાના કારણે મમતા બેનર્જીનો પરિવાર પરેશાન છે અને રાજ્યના રાજકારણમાં પણ હડકંડ મચી ગયો છે.
રૂજિરા આપ પહેલા પણ 2019માં 2 કિલો સોના સાથે એરપોર્ટ પર ઝડપાઇ હતી. તેના પર આરોપ હતી કે, તે ગેરકાયદે બેંકોકથી ગોલ્ડ લાવીને તેની તસ્કરી કરે છે.
શું છે પશ્ચિમ બંગાળનું કોલસા કૌભાંડ?
ગત વર્ષે નવેમ્બરમાં ભારત બાંગ્લાદેશ સીમા પર મોટી તસ્કરીનો પર્દાફાશ થયો હતો. જેમાં ઇનામુલ હકની ધરપકડ થઇ હતી. તસ્કરીના તાર યૂથ તૃણમૂલ કોંગ્રેસ નેતા વિનય મિશ્રા સુધી પહોંચ્યાં છે. તેમના પર ગેરકાયદે કોલસા ખનન અને તસ્કરીનો આરોપ લાગ્યો છે. પશ્ચિમ બંગાળ કોલસા કૌભાંડના તાર રૂજિરી અને અભિષેક સુઘી પહોંચ્યા છે. સીબીઆઇની ટીમ પૂછપરછ માટે રૂજિરા અને અને અભિષેકના ઘરે પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement