શોધખોળ કરો

RJD થી શરૂઆત, JDU માં મંત્રી અને હવે સીધા મુખ્યમંત્રી! જાણો બિહારના નવા CM સમ્રાટ ચૌધરીની રોમાંચક રાજકીય સફર

Samrat Choudhary Bihar CM: લાલુ યાદવના નજીકના મનાતા શકુની ચૌધરીના પુત્ર સમ્રાટ 1999 માં રાબડી દેવી સરકારમાં કૃષિ મંત્રી રહી ચૂક્યા છે; 2018 માં ભાજપમાં જોડાયા બાદ સતત કદ વધતું ગયું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બનશે, NDA એ તેમને નેતા તરીકે ચૂંટ્યા.
  • તેમણે RJD થી રાજકારણ શરૂ કરી, કૃષિ મંત્રી પદે પણ રહ્યા.
  • JDU માં જોડાયા બાદ, તેઓ ભાજપમાં આવ્યા અને ડેપ્યુટી CM બન્યા.
  • શપથગ્રહણ બાદ તેઓ બિહારના મુખ્યમંત્રી તરીકે નવી ઇનિંગ શરૂ કરશે.

Samrat Choudhary Bihar CM: નીતિશ કુમારના રાજીનામા બાદ બિહારના રાજકારણમાં નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. મંગળવારે મળેલી NDA ની વિધાનસભા બેઠકમાં સમ્રાટ ચૌધરીને ઔપચારિક રીતે નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. આ સાથે જ એ અટકળોનો અંત આવી ગયો છે કે બિહારનો નવો તાજ કોણ પહેરશે; હવે એ સ્પષ્ટ છે કે સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બનશે. તેમની આ પસંદગી વખતે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ નિરીક્ષક તરીકે પટનામાં ખાસ હાજર રહ્યા હતા. સમ્રાટ ચૌધરીની રાજકીય સફર ખૂબ જ રસપ્રદ રહી છે. લાલુ પ્રસાદ યાદવની પાર્ટી RJD થી શરૂઆત કરનાર સમ્રાટ, આજે ભાજપના સૌથી મોટા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.

કોણ છે સમ્રાટ ચૌધરી અને કેવો રહ્યો છે તેમનો રાજકીય ગ્રાફ?

મુંગેર જિલ્લાના વતની 57 વર્ષીય સમ્રાટ ચૌધરી કોઈ નવો ચહેરો નથી, તેમનો રાજકીય વારસો ઘણો જૂનો છે. તેમના પિતા શકુની ચૌધરી 'સમતા પાર્ટી'ના સ્થાપકોમાંના એક હતા અને એક સમયે લાલુ પ્રસાદ યાદવની અત્યંત નજીક મનાતા હતા. શકુની ચૌધરી પોતે પણ સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યા છે.

RJD થી થઈ શરૂઆત: સમ્રાટે 1990 માં સક્રિય રાજકારણમાં પગ મૂક્યો હતો. 1995 માં એક રાજકીય કેસમાં તેમને જેલ પણ જવું પડ્યું હતું. પરંતુ તેમની રાજકીય કુનેહ એટલી જબરદસ્ત હતી કે માત્ર 4 વર્ષ બાદ, 1999 માં રાબડી દેવીની સરકારમાં તેઓ સીધા કૃષિ મંત્રી બની ગયા હતા. 2005 માં જ્યારે બિહારમાંથી RJD ની સરકાર ગઈ, ત્યારે પણ તેઓ લાંબા સમય સુધી લાલુની પાર્ટી સાથે વફાદારીપૂર્વક જોડાયેલા રહ્યા હતા.

ધારાસભ્ય તરીકેની સફર: વર્ષ 2000 અને 2010 માં તેઓ પરબટ્ટા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ભાજપમાં આવ્યા બાદ, ગયા વર્ષે (2025 માં) તેમણે તારાપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી અને શાનદાર જીત મેળવી હતી.

લાલુનો સાથ છોડી JDU અને ત્યાંથી ભાજપમાં એન્ટ્રી

સમ્રાટ ચૌધરીની કારકિર્દીનો મોટો વળાંક 2014 માં આવ્યો, જ્યારે તેમણે RJD છોડી દીધી અને નીતિશ કુમારની પાર્ટી JDU માં જોડાઈ ગયા. જીતન રામ માંઝી જ્યારે મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમની સરકારમાં સમ્રાટ શહેરી વિકાસ અને ગૃહ વિભાગ જેવા મહત્વના મંત્રી પદો પર રહ્યા. જોકે, JDU માં પણ તેઓ લાંબો સમય ટક્યા નહીં અને આખરે 2018 માં તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો.

ભાજપમાં આવ્યા પછી તેમનું કદ સતત વધતું જ ગયું. NDA સરકારમાં તેઓ પંચાયતી રાજ મંત્રી રહ્યા. આ ઉપરાંત, તેમણે બિહાર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા તરીકે અને બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પણ સફળ જવાબદારીઓ નિભાવી છે. નીતિશ કુમારની અગાઉની સરકારમાં તેઓ નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી CM) હતા અને ગૃહ વિભાગ સંભાળતા હતા. હવે આવતીકાલે (બુધવારે) લોકભવન ખાતે તેઓ બિહારના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને પોતાની રાજકીય કારકિર્દીની સૌથી મોટી ઈનિંગની શરૂઆત કરશે.

Frequently Asked Questions

બિહારના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે?

નીતિશ કુમારના રાજીનામા બાદ સમ્રાટ ચૌધરીને NDA ની વિધાનસભા બેઠકમાં નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ બિહારના નવા મુખ્યમંત્રી બનશે.

સમ્રાટ ચૌધરીનો રાજકીય પ્રવાસ ક્યાંથી શરૂ થયો?

સમ્રાટ ચૌધરીએ 1990 માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમની શરૂઆત લાલુ પ્રસાદ યાદવની પાર્ટી RJD થી થઈ હતી.

સમ્રાટ ચૌધરીએ કઈ કઈ પાર્ટીઓમાં કામ કર્યું છે?

સમ્રાટ ચૌધરીએ RJD, JDU અને હવે ભાજપમાં કામ કર્યું છે. તેઓ 2014 માં RJD છોડી JDU માં અને 2018 માં ભાજપમાં જોડાયા હતા.

સમ્રાટ ચૌધરીએ ધારાસભ્ય તરીકે ક્યાંથી ચૂંટણી જીતી છે?

તેઓ વર્ષ 2000 અને 2010 માં પરબટ્ટા બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયા હતા. ગયા વર્ષે તેમણે તારાપુર બેઠક પરથી પણ જીત મેળવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget