શોધખોળ કરો
Advertisement
સવારે પતિએ મેટ્રો આગળ કૂદીને આપ્યો જીવ, સાંજે પત્નીએ પુત્રી સાથે ગળે ફાંસો ખાધો
પહેલા પતિએ નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેશન પર મેટ્રો ટ્રેન આગળ કૂદીને જીવ આપી દીધો હતો. જ્યારે સાંજે પત્નીએ તેની પાંચ વર્ષની બાળકી સાથે ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી.
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં એક પરિવારે આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. પહેલા પતિએ નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેશન પર મેટ્રો ટ્રેન આગળ કૂદીને જીવ આપી દીધો હતો. જ્યારે સાંજે પત્નીએ તેની પાંચ વર્ષની બાળકી સાથે ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી.
મૃતક પરિવાર મૂળ ચેન્નઈનો રહેવાસી છે. મૃતક 33 વર્ષીય ભરત ગોલ્ડન ટિપ્સ ચા કંપનીમાં જનરલ મેનેજર તરીકે કામ કરતો હતો. તેની પત્ની શિવરંજની હાઉસવાઇફ હતી અને પુત્રી કેજીમાં ભણવતી હતી. ભરત સપ્ટેમ્બરમાં તેની પત્ની અને બાળકી સાથે નેપાળના કાઠમાંડુથી દિલ્હી શિફ્ટ થયો હતો. ગોલ્ડન ટિપ્સ ટી કંપની પહેલા નેપાલમાં બિગ માર્ટ શોપિંગ મોલમાં નોકરી રતો હતો.
ભરતે શુક્રવારે જવાહરલાલ નેહરું મેટ્રો સ્ટેશન પર સવારે આશરે 11.30 કલાકે ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં મૃતકની પત્ની તેના દિકરી અને દીયર સાથે રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચી હતી. પતિના મોતથી આઘાત પામેલી પત્નીએ હોસ્પિટલેથી ઘરે પહોંચ્યા બાદ પુત્રી સાથે ગળે ફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું હતું. પત્નીએ સાંજે 7.30 કલાકની આસપાસ આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ભરત અને તેની પત્નીએ આવું પગલું કેમ ભર્યુ તેની તપાસ કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રઃ છગન ભૂજબળ-જયંત પાટિલના પોર્ટફોલિયોમાં બદલાવ, હવે મળશે આ વિભાગ
અમૂલે દૂધના ભાવમાં કર્યો 2 રૂપિયાનો વધારો, નવો ભાવ આવતીકાલથી જ થશે લાગુ
સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર કારની અડફેટે માતા-પુત્રી સહિત ત્રણ લોકોના મોત, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement