શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમૂલે દૂધના ભાવમાં કર્યો 2 રૂપિયાનો વધારો, નવો ભાવ વધારો આવતીકાલથી જ થશે લાગુ
અમૂલ ઉપરાંત મધર ડેરી દ્વારા પણ દિલ્હી-એનસીઆરમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યાં પણ આવતીકાલથી નવો ભાવ લાગુ થશે.
આણંદઃ મોંઘવારીથી પીડાતી પ્રજાને વધુ એક ફટકો લાગ્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેમના દ્વારા અમદાવાદ અને સૌરાષ્ટ્ર માર્કેટમાં વેચાણ કરવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિલિટર રૂપીયા ૨/- નો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આવતીકાલ 15 ડિસેમ્બરથી લાગુ થશે.
અમૂલ શક્તિના ભાવ સ્થિર રાખવામાં આવ્યા
આ ભાવ વધારા બાદ, અમદાવાદ માર્કેટમાં અમૂલ ગોલ્ડના ૫૦૦ એમએલપાઉચનો નવો ભાવ રૂ. ૨૮ થયો છે અને અમૂલ તાજા ૫૦૦ એમએલપાઉચનો ભાવ રૂ. ૨૨ થયેલ છે. અમૂલ દ્વારા અમૂલ શક્તિના ભાવમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારવામાં આવ્યો નથી અને ૫૦૦ એમએલપાઉચના રૂ. ૨૫ યથાવત રાખવામાં આવેલ છે.
પશુદાણ અને અન્ય ઈનપુટ ખર્ચમાં થયેલ વધારાને ધ્યાનમાં રાખીને દૂધ સંઘો દ્વારા દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂ. ૧૦૦ થી ૧૧૦ પ્રતિકિલોગ્રામ ભાવ વધારો કરવામાં આવેલ છે. દૂધ સંઘો દ્વારા જે દૂધ સંપાદનના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જે ગત વર્ષ કરતાં ૧૫% વધુ છે અને તેનો સીધો લાભ ગુજરાતનાં ૩૬ લાખ દૂધ ઉત્પાદકનોને થયેલ છે. અમૂલ ઉપરાંત મધર ડેરી દ્વારા પણ દિલ્હી-એનસીઆરમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યાં પણ આવતીકાલથી નવો ભાવ લાગુ થશે.Amul: In Ahmedabad the price of Amul Gold will be Rs. 28 per 500 ml, and Amul Taaza will be Rs. 22 per 500 ml. However, there will be no change in price of Amul Shakti which continues to be available at Rs. 25 per 500ml. https://t.co/8b4pQyHOBE
— ANI (@ANI) December 14, 2019
INDvWI: આવતીકાલે ચેન્નઈમાં પ્રથમ વન ડે, કોણ કરશે રોહિત સાથે ઓપનિંગ ? રાહુલના નિવેદન પર BJPનો પલટવાર, કહ્યું- 100 જન્મ લેશે તો પણ બનીં બની શકે સાવરકર ધોનીને લઈ ચીફ સિલેકટર એમએસકે પ્રસાદે આપ્યું મોટું નિવેદન, કહ્યું- તેના કરિયર પર.........Mother Dairy increases prices of its milk in Delhi-NCR (National Capital Region) area, with effect from December 15, 2019. pic.twitter.com/57CAPqLdzk
— ANI (@ANI) December 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બોલિવૂડ
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion