શોધખોળ કરો

સાસરિયામાંથી વિધવાને બહાર કાઢી શકાય કે નહીં? કેરળ હાઇકોર્ટનો મોટો ચુકાદો

પલક્કડની સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટના નિર્ણયને ઉલટાવી દીધો અને મહિલાના પક્ષમાં સુરક્ષા અને રહેઠાણનો આદેશ જાહેર કર્યો હતો

કેરળ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું હતું કે કોઈપણ વિધવા મહિલાને તેના સાસરિયામાંથી બળજબરીપૂર્વક બહાર કાઢી શકાય નહીં. આ ચુકાદો મહિલાની ગરીમા અને સુરક્ષાના અધિકારોને મજબૂત કરે છે ખાસ કરીને ત્યારે જ્યારે તે પોતાના પતિના મૃત્યુ બાદ તેના સાસરિયાઓ દ્ધારા ઉત્પીડનનો ભોગ બને છે. 41 વર્ષીય મહિલાએ કોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે તેના પતિનું 2009માં અવસાન થયું હતું. ત્યારથી, તેના સાસરિયાઓએ તેને અને તેના બાળકોને સાસરિયાના ઘરમાં રહેવાથી રોક્યા હતા અને સતત માનસિક રીતે હેરાન કરતા હતા.

મહિલાએ ઘરેલુ હિંસા અધિનિયમ, 2005ની કલમ 12 હેઠળ સુરક્ષાની માંગ કરી હતી પરંતુ મેજિસ્ટ્રેટ કોર્ટે તેની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે મહિલાનો હવે તેના સાસરિયાઓ સાથે કોઈ "ઘરેલું સંબંધ" નથી.

સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટે સાથ આપ્યો

પલક્કડની સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટના નિર્ણયને ઉલટાવી દીધો અને મહિલાના પક્ષમાં સુરક્ષા અને રહેઠાણનો આદેશ જાહેર કર્યો હતો. જોકે, સાસરિયાઓએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે મહિલા પાસે પહેલેથી જ અલગ મિલકત છે અને તે તેના પિયરમાં રહે છે તેથી તે "પીડિત મહિલા" ની શ્રેણીમાં આવતી નથી.

પરંતુ કેરળ હાઈકોર્ટે આ દલીલોને સ્પષ્ટપણે ફગાવી દીધી હતી અને સ્પષ્ટતા કરી હતી કે મહિલા, જે મૃતકની પત્ની છે અને અગાઉ તેના સાસરિયામાં રહી ચૂકી છે, તે ઘરેલુ હિંસા કાયદાની કલમ 2(a), 2(f) અને 2(s) હેઠળ સંપૂર્ણ રક્ષણ મેળવવા માટે હકદાર છે.

અધિકારનો માલિકી સાથે કોઈ સંબંધ નથી

કોર્ટે કહ્યું કે મહિલાનો સાસરિયાના ઘરમાં રહેવાનો અધિકાર તે વાત પર નિર્ભર નથી કે તે હાલમાં તે ઘરમાં રહે છે કે નહીં, અથવા તે તેની માલિકી ધરાવે છે કે નહીં. આ અધિકાર એટલા માટે છે કારણ કે તેણીએ તેના પતિ સાથે તે ઘરમાં પોતાનું જીવન વિતાવ્યું છે.

કોર્ટે સુપ્રીમ કોર્ટના 2022ના 'પ્રભા ત્યાગી વિરુદ્ધ કમલેશ દેવી' ના કેસનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે કોઈ પણ મહિલાને તેના સાસરિયાના ઘરમાંથી ફક્ત એટલા માટે કાઢી શકાતી નથી કારણ કે તેની પાસે રહેવા માટે બીજી જગ્યા છે. ઘરેલુ હિંસા કાયદાનો ઉદ્દેશ્ય મહિલાઓને રક્ષણ અને આદર આપવાનો છે, અને આનો અર્થ એ છે કે વિધવાને બેઘર બનાવી શકાતી નથી.

કેરળ હાઈકોર્ટના આ નિર્ણયથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે મહિલાઓના અધિકારો ફક્ત લગ્ન સુધી મર્યાદિત નથી. પતિના મૃત્યુ પછી પણ તેણીને તેના સાસરિયાના ઘરમાં રહેવાનો અને ત્યાં સુરક્ષા મેળવવાનો અધિકાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget