શોધખોળ કરો
સાત મહિનાથી પતિ હતો બહારગામ, પત્ની પ્રૅગ્નન્ટ હોવાની થઈ જાણ ને પછી.....
ગર્ભવતી મહિલાના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. જેને એક દોઢ વર્ષની છોકરી પણ છે. મહિલાની નણંદના જણાવ્યા પ્રમાણે તેની ભાભી ત્રણ મહિનાથી પ્રૅગ્નન્ટ છે. જ્યારે તેના ભાઈ તો અહીં છે જ નહીં. એ સાત મહિનાથી કલકત્તામાં છે.

ભાગલપુરઃ બિહારના ભાગલપુરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જગદીશ પુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાના પ્રૅગ્નન્ટ હોવાની ફરિયાદ દાખલ થતા બબાલ મચી ગઈ છે. ત્યાં સુધી કે ગર્ભવતી મહિલાની નણંદ આ ઘટનાને લઈ ડીઆઈજી પાસે પહોંચી ગઈ છે. જેથી સમગ્ર બિહારમાં આ ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ વિસ્ફોટની માફક વાયરલ થઈ રહી છે.
ગર્ભવતી મહિલાના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. જેને એક દોઢ વર્ષની છોકરી પણ છે. મહિલાની નણંદના જણાવ્યા પ્રમાણે તેની ભાભી ત્રણ મહિનાથી પ્રૅગ્નન્ટ છે. જ્યારે તેના ભાઈ તો અહીં છે જ નહીં. એ સાત મહિનાથી કલકત્તામાં છે. તો તેની ભાભી પ્રૅગ્નન્ટ કેવી રીતે થઈ ? બસ આ કારણે જ પોલીસ પણ બાળક કોનું ? આ કેસને લઈ તજવીજ હાથ ધરી છે.
આ વાતને લઈને નણંદ ભડકી ગઈ અને ડીઆઈજી વિકાસ વિભવની પાસે પહોંચી ગઈ હતી અને DNAની તપાસ કરાવવા માટે માંગ કરી હતી. પોલીસે પણ વાતની ગંભીરતાને ધ્યાનમાં લેતા તાત્કાલિક નણંદની વાત માની લીધી હતી. તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે બાળકને ત્રણ મહિના પૂર્ણ થવામાં 12 દિવસ ઓછા છે.
નણંદ બાદ મોટી આફત એ આવી પડી કે મહિલાનો પતિ પણ બાદમાં ભડકી ગયો. પણ આ વિશે મહિલાએ ચૂપ્પી સાધી હતી. બાદમાં મહિલાએ જ્યારે વાત કરી તો પરિવારજનોના પગ તળેથી જમીન ખસકી ગઈ કારણ કે મહિલાએ કહ્યું કે, ઘરમાં રાખવી હોય ત રાખો નહીં તો ખોટા કેસમાં દોડતા કરી દઈશ…. પણ પરિવારના લોકો પર મહિલાની વાતની કોઈ અસર નથી થઈ અને તેને ઘરમાંથી નીકાળવાની વાત પર અડગ છે.
ગુજરાતના GAS કેડરના 12 અધિકારીઓને IASનું પ્રમોશન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
PM સાથે નોબલ વિજેતા અભિજીત બેનર્જીએ કરી મુલાકાત, કહ્યું- મોદી વિરોધી નિવેદન માટે ઉશ્કેરવામાં આવી રહ્યો છે
સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે મોદી સરકાર, કારણ જાણીને ચોંકી જશો



વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
દેશ
Advertisement
