શોધખોળ કરો
કર્ણાટકના CMને જાહેરમાં મહિલાએ કરી કિસ, જુઓ VIDEO
![કર્ણાટકના CMને જાહેરમાં મહિલાએ કરી કિસ, જુઓ VIDEO Woman Gives Cm Siddaramaiah A Peck On The Cheek Says Nothing Wrong કર્ણાટકના CMને જાહેરમાં મહિલાએ કરી કિસ, જુઓ VIDEO](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/26163017/11111-270x202.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બેંગલુરુ: બેંગલુરુના પેલેસ ગ્રાઉંડમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી કે. સિદ્ધારમૈયાને એક મહિલાએ સ્ટેજ ઉપર જાહેરમાં ગાલ ઉપર કિસ કરી હતી. અને તે મહિલા સ્ટેજ ઉપરથી શરમની મારી ગાયબ થઈ ગઈ હતી.
સીએમ સિદ્ધારમૈયા કોરબા સમાજના એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. મહિલાની ઉંમર 32થી 33 વર્ષ જણાઈ રહ્યું છે. મહિલાએ એવૉર્ડ લીધા બાદ અચાનક કિસ કરી લીધી હતી. બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું પણ કોરબા સમાજની છું. આ સમાજમાંથી મુખ્યમંત્રી પણ આવે છે. સિદ્ધારમૈયાને આટલે નજીકથી જોઈને હું ઉત્સાહિત થઈ ગઈ હતી. અને કિસ કરી લીધી હતી.
જો કે, તાલુકા પંચાયતની સભ્ય ગિરિજા શ્રીનિવાસ નામની આ મહિલાએ સ્પષ્ટતા કરી છે કે, તેને આ કિસ પોતાના પિતા સમાન મુખ્યમંત્રીને કરી હતી. તેનો બીજો અર્થ કાઢવો જોઈએ નહીં. ગિરિજા મુખ્યમંત્રીના ચૂંટણી ક્ષેત્ર વરૂણા સાથે સંબંધ ધરાવે છે જે મેસુરનો ભાગ છે.
#WATCH: A woman kisses Karnataka CM Siddaramaiah during a state-level program of Kuruba Community in Bengaluru.https://t.co/oyG6IuqROW
— ANI (@ANI_news) June 26, 2016
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)