(Source: ECI/ABP News/ABP Majha)
Women Reservation Bill: મહિલા અનામત બિલ લોકસભામાં થયું પાસ, જાણો તરફેણમાં કેટલા વોટ પડ્યા
મહિલા અનામત બિલ લોકસભામાં પાસ થયું છે. સ્લીપ દ્વારા મતદાન થયું હતું. બિલની તરફેણમાં 454 અને વિરોધમાં 2 મત પડ્યા હતા.
Womens Reservation Bill : સંસદના વિશેષ સત્રનો આજે ત્રીજો દિવસ છે. આજે લોકસભામાં 'નારી શક્તિ વંદન બિલ' પર લાંબી ચર્ચા થઈ હતી. જે બાદ મહિલા અનામત બિલ લોકસભામાં પાસ થયું હતું. સ્લીપ દ્વારા મતદાન થયું હતું. બિલની તરફેણમાં 454 અને વિરોધમાં 2 મત પડ્યા હતા.વોટિંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. હવે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. બુધવારે (20 સપ્ટેમ્બર) સંસદના વિશેષ સત્રમાં લગભગ 60 સાંસદોએ મહિલા અનામત બિલ પર ચર્ચામાં ભાગ લીધો હતો.
આ સમય દરમિયાન, મોટાભાગના વિરોધ પક્ષોએ બિલને ટેકો આપ્યો હતો, અને તેના તાત્કાલિક અમલીકરણ અને OBC ક્વોટાનો સમાવેશ કરવાની માંગ પણ કરી હતી. તેને એક મોટું પગલું ગણાવતાં સરકારે કહ્યું કે વસ્તી ગણતરી અને સીમાંકન જરૂરી છે.
બિલ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સ્મૃતિ ઈરાની, અર્જુન મેઘવાલ અને અન્ય નેતાઓએ વિપક્ષના દાવાઓનો જવાબ આપ્યો. વિપક્ષના પક્ષે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચર્ચા શરૂ કરી હતી. આ પછી NCP સાંસદ સુપ્રિયા સુલે, સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ, DMK સાંસદ કનિમોઝી અને TMC સાંસદ મહુઆ મોઇત્રા સહિત અનેક મહિલા વિપક્ષી સાંસદોએ સરકાર પર નિશાન સાધ્યું.
Lok Sabha passes Women's Reservation Bill granting 33% seats to women in Lok Sabha and state legislative assemblies
— ANI (@ANI) September 20, 2023
454 MPs vote in favour of the bill, 2 MPs vote against it pic.twitter.com/NTJz449MRX
અમિત શાહે શું કહ્યું?
અમિત શાહે કહ્યું, "સોશિયલ મીડિયા પર કેટલાક લોકો કહી રહ્યા છે કે આ બિલને સમર્થન ન આપવું જોઈએ કારણ કે તેમાં OBC અને મુસ્લિમો માટે કોઈ અનામત નથી. જો તમે આ બિલને ટેકો નહીં આપો તો શું ટૂંક સમયમાં અનામત મળશે? જો તમે આ બિલને ટેકો આપો છો, તો તમે ઓછામાં ઓછી ગેરંટી આપશો. રાહુલ ગાંધી પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, "ઓબીસી અનામત, સીમાંકન મુદ્દો કે વસ્તી ગણતરી અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે, હું તે બધાનો જવાબ આપું છું... સૌપ્રથમ, વર્તમાન બંધારણમાં ત્રણ પ્રકારના સાંસદો છે, જેઓ જનરલ, એસસી અને એસટી કેટેગરીઓમાંથી આવે છે. અમે આ ત્રણ કેટેગરીમાં મહિલાઓ માટે 33 ટકા અનામત રાખ્યું છે.. હવે જો આપણે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની હોય તો તે બેઠક કોણ નક્કી કરશે? શું આપણે કરવી જોઈએ? જો વાયનાડ મળે તો અનામત તો તમે કહેશો કે અમે રાજનીતિ કરી છે." રાહુલ ગાંધી પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે તેમને લાગે છે કે સરકાર સચિવો દ્વારા ચાલે છે. સરકાર કેબિનેટ દ્વારા ચલાવવામાં આવે છે. તેમણે કહ્યું કે જે લોકો દેશ ચલાવે છે તેમાં માત્ર ત્રણ જ ઓબીસી છે. હું કહું છું કે દેશ સરકાર ચલાવે છે. કેબિનેટ દેશની નીતિઓ નક્કી કરે છે. આ દેશની સંસદ કરે છે. ભાજપના 29 ટકા સાંસદો ઓબીસીના છે. 85 સાંસદ ઓબીસીમાંથી છે. સરખામણી કરવી હોય તો કરો. 29 મંત્રીઓ ઓબીસીમાંથી છે. અમે ઓબીસીમાંથી વડાપ્રધાન આપ્યા છે.
કાયદા મંત્રીનું નિવેદન
મહિલા આરક્ષણ બિલના અમલીકરણમાં વિલંબ અંગે વિપક્ષના આક્ષેપો પર કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું કે સીમાંકનને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. સીમાંકનની કલમ 8 અને 9 માં કહેવાયું છે કે નિર્ધારણ ફક્ત સંખ્યાઓ આપીને જ થાય છે. જો આપણે આ તકનીકી બાબતોમાં જઈએ તો તમે ઇચ્છો છો કે આ બિલ અટકી જાય. પરંતુ અમે આ બિલને અટકવા નહીં દઈએ. સર્વોચ્ચ અદાલતે નિર્ણય કર્યો છે કે મહિલા અનામતનો વિષય આડો અને ઊભો બંને છે. હવે સીમાંકન અને વસ્તી ગણતરી તાત્કાલિક થઈ શકશે નહીં. તમે તરત જ આપવાનું કહો છો.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ મહિલા અનામત બિલનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું, “મારા મતે, એક વસ્તુ (ઓબીસી ક્વોટા ન હોવા) આ બિલને અધૂરું બનાવે છે… હું ઈચ્છું છું કે આ બિલમાં ઓબીસી અનામતનો સમાવેશ થવો જોઈએ. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ભારતની વસ્તીના એક મોટા વર્ગને, મહિલાઓના મોટા વર્ગને અનામતની સુવિધા મળવી જોઈએ. આ બિલમાં એવું નથી.