શોધખોળ કરો
ભારતમાં લોન્ચ થઈ વિશ્વની સૌથી સસ્તી કોરોના ટેસ્ટ કિટ, જાણો માત્ર કેટલી છે કિંમત
કોવિડ-19 ટેસ્ટિંગ મેથડ માટે ICMRની મંજૂરી મળી હોય તેવી IIT દિલ્હી પ્રથમ શૈક્ષણિક સંસ્થા છે.
![ભારતમાં લોન્ચ થઈ વિશ્વની સૌથી સસ્તી કોરોના ટેસ્ટ કિટ, જાણો માત્ર કેટલી છે કિંમત World's most affordable covid 19 diagnostic kit launched by iit delhi ભારતમાં લોન્ચ થઈ વિશ્વની સૌથી સસ્તી કોરોના ટેસ્ટ કિટ, જાણો માત્ર કેટલી છે કિંમત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/16154304/corosure.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી દિવસે ને દિવસે વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી લઈ આજે છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાની સારવારને લઈ IIT દિલ્હીએ નવી કોવિડ-19 ટેસ્ટ કિટ કોરોશ્યોર લોન્ચ કરી છે.
વિશ્વની સૌથી સસ્તી કોરોના ડાયગ્નોસ્ટિક કિટ હોવાનો આઈઆઈટી દિલ્હીએ દાવો કર્યો છે. સંસ્થાના અધિકારીના જણાવ્યા મુજબ, RT-PCR ટેસ્ટ કિટની બેસ પ્રાઇસ 399 રૂપિયા છે. આઇસોલેશન અને લેબોરેટરી ચાર્જ ઉમેરતા તેની કિંમત 650 રૂપિયા જેટલી થશે. જે માર્કેટમાં હાજર કિટની તુલનામાં ઘણી ઓછી છે. આ કિટ 3 કલાકની અંદર રિઝલ્ટ આપવા સક્ષમ છે.
HRD મંત્રી રમેશ પોખરિયાલે કોરોશ્યોર ટેસ્ટ કિટ લોન્ચ કર્યા બાદ કહ્યું, આ કિટને પૂરી રીતે ભારતમાં બનાવવામાં આવી છે અને અન્ય કિટની તુલનામાં સસ્તી છે. દેશને સસ્તી અને વિશ્વસનીય ટેસ્ટિંગની જરૂર છે. તેનાથી મહામારીને નિયંત્રિત કરવામાં મદદ મળશે.
કોવિડ-19 ટેસ્ટિંગ મેથડ માટે ICMRની મંજૂરી મળી હોય તેવી IIT દિલ્હી પ્રથમ શૈક્ષણિક સંસ્થા છે. કોરોશ્યોર કિટને ન્યૂટેક મેડિકલ ડિવાઇસેઝ દ્વારા કમર્શિયલાઇઝ્ડ કરવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 606 લોકોના મોત થયા છે અને 32,695 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધારે સંક્રમિતો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9,68,876 પર પહોંચી છે અને 24,915 લોકોના મોત થયા છે. 6,12,815 લોકો સાજા થઈ ગયા છે અને 3,31,146 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)