Yasin Malik Convicted: ભાગલાવાદી નેતા યાસીન મલિક દોષિત, આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની કબૂલાત
NIAની વિશેષ અદાલતે આ નિર્ણય આપ્યો છે.
Yasin Malik Convicted: ભાગલાવાદી નેતા યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. NIAની વિશેષ અદાલતે આ નિર્ણય આપ્યો છે. હવે 25 મેના રોજ યાસીન મલિકની સજા પર ચર્ચા થશે.
યાસીન વિરૂદ્ધ જે કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે, તેવા કેસમાં તેને આજીવન કેદની મહત્તમ સજા થઈ શકે છે. યાસીન મલિક કાશ્મીરના રાજકારણમાં સક્રિય છે. યુવાનોને ઉશ્કેરવામાં તેનો મહત્વનો હાથ માનવામાં આવે છે.
હકીકતમાં, ભાગલાવાદી નેતા યાસીન મલિકે ભૂતકાળમાં કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદી પ્રવૃત્તિઓ સંબંધિત કેસમાં કોર્ટમાં તેમની સામેના તમામ આરોપો સ્વીકાર્યા હતા, જેમાં કડક ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળનો સમાવેશ થાય છે. યાસીન મલિકે દિલ્હીની વિશેષ NIA કોર્ટ સમક્ષ UAPA એક્ટ હેઠળ આરોપો કબૂલ કર્યા હતા, ત્યારબાદ કોર્ટે કહ્યું હતું કે હવે આગામી સુનાવણી 19 મેના રોજ થશે.
વાસ્તવમાં, 2017માં UAPA એક્ટ હેઠળ યાસીન મલિક પર આતંકવાદી કૃત્યોમાં સંડોવણી, આતંક માટે નાણાં એકત્ર કરવા, આતંકવાદી સંગઠનનો સભ્ય હોવા જેવા ગંભીર આરોપો હતા, જેને તેણે પડકાર ન આપવાનું કહ્યું અને આ આરોપો સ્વીકાર્યા. આ મામલો કાશ્મીર ઘાટીમાં આતંકવાદ સાથે જોડાયેલો છે.
Terror Funding case | NIA court convicts separatist Yasin Malik after he pleaded guilty in the case.
— ANI (@ANI) May 19, 2022
(File photo) pic.twitter.com/6lYblegjiY
છેલ્લી સુનાવણી દરમિયાન, મલિકે કોર્ટને કહ્યું હતું કે તે UAPAની કલમ 16 (આતંકવાદી પ્રવૃત્તિ), 17 (આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવું), 18 (આતંકવાદી કૃત્ય કરવાનું કાવતરું), 20 (આતંકવાદી જૂથ અથવા સંગઠનના સભ્ય હોવા) અને ભારતીય દંડ સંહિતાની કલમ 120-B (ગુનાહિત કાવતરું) અને 124-A (રાજદ્રોહ) હેઠળ તેની સામેના આરોપોને પડકારવા માંગતા નથી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં ઘણો વધારો થયો હતો. ઘાટીનું વાતાવરણ બગાડવા માટે સતત આતંકવાદી ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું અને ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો હતો. બરાબર, આ જ કેસમાં દિલ્હીની વિશેષ અદાલતમાં અલગતાવાદી નેતા વિરુદ્ધ સુનાવણી થઈ હતી, જેમાં યાસીને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.