શોધખોળ કરો

IRCTCનું નવું રામાયણ યાત્રા પેકેજ, અયોધ્યાથી રામેશ્વર સુધી કરાવશે પ્રવાસ, જાણો શું છે ભાડું

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ લોકો માટે એક સરસ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, જેઓ પ્રવાસના શોખિન છે.

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ લોકો માટે એક સરસ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, જેઓ પ્રવાસના શોખિન છે.  IRCTC અવારનવાર નવા પેકેજ લાવે છે અને દેશના વિવિધ સ્થળોની ટૂર કરે છે. ખાસ વાત એ છે કે આમાં વધારે પૈસા ખર્ચવા પડતા નથી અને લોકો આરામથી ફરવા અને નવી જગ્યાઓ જોવા જાણવાની મોજ માણી શકે  છે. જો તમે પણ ફરવાના શોખીન છો, તો તમારે IRCTCના પેકેજનો અવશ્ય લાભ લેવો જોઈએ. IRCTC  રામાયણ યાત્રા નામે નવું પેકેજ લાવી રહી છે.આ પેકેજમાં ભગવાન શ્રીરામ સાથે સંબંધિત સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. જો તમે પણ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા ઈચ્છો છો, તો તમે IRCTCના આ ખાસ પેકેજનો લાભ લઈ શકો છો. આ યાત્રા 25 નવેમ્બર 2021થી શરૂ થશે. આવો જાણીએ આ ખાસ પેકેજ વિશે..

IRCTCનું આ ખાસ પેકેજ કુલ 17 દિવસનું છે. તે ભારતીય રેલ્વેની 'દેખો અપના દેશ' ડીલક્સ એસી ટ્રેન દ્વારા સંચાલિત છે. આ પેકેજ લેવા માટે મુસાફરોએ 16,065 રૂપિયા ખર્ચવા પડશે. 2AC માટે 82,950 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને 1AC શ્રેણી માટે 1,02,095 રૂપિયાની કિંમત પર આ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેનને લોન્ચ કરી છે.

આ 17 દિવસના પેકેજમાં પ્રવાસીઓ અયોધ્યા તેમજ વારાણસી, અલ્હાબાદ, જનકપુર, સીતામઢી, ચિત્રકૂટ, નાસિક, હમ્પી, કાંચીપુરમ અને રામેશ્વરમ જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે. આ યાત્રા શ્રીગંગાનગર રેલવે સ્ટેશનથી શરૂ થશે અને ત્યાં જ સમાપ્ત થશે.

યાત્રા માટે બુકિંગ કેવી કરશો?

બુકિગ માટે IRCTCની અધિકૃત વેબસાઇટ https://www.irctctourism.com પર જઈને આ ટ્રેનની ટિકિટ ઓનલાઈન બુક કરી શકો છો. એ માટે મર્યાદિત સંખ્યામાં સીટ છે અને જેઓ પહેલાં બુકિંગ કરશે તેમને સીટ મળશે. વધુ માહિતી માટે 8287930202, 8287930299 અને 8287930157 મોબાઈલ નંબર પર પણ સંપર્ક કરી શકાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીAhmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો

Embed widget