20 મહિના બાદ ફરી પૂર્વવત થઇ ભારતીય રેલ, પ્રવાસ કરતાં પહેલા યાત્રીઓએ આ નિયમો જાણવા જરૂરી
Indian Railways: ભારતીય રેલ્વે 20 મહિના પછી ફરી એકવાર સામાન્ય થઈ ગઈ છે. રેલ્વેએ કોવિડ-19 દરમિયાન ટ્રેનોને લઈને લીધેલા પગલા પાછા ખેંચી લીધા છે.
Indian Railways: ભારતીય રેલ્વે 20 મહિના પછી ફરી એકવાર સામાન્ય થઈ ગઈ છે. રેલ્વેએ કોવિડ-19 દરમિયાન ટ્રેનોને લઈને લીધેલા પગલા પાછા ખેંચી લીધા છે.
ભારતીય રેલ્વે 20 મહિના પછી ફરી એકવાર સામાન્ય થઈ રહી છે. રેલ્વેએ કોવિડ-19 દરમિયાન ટ્રેનોને લઈને લીધેલા પગલા પાછા ખેંચી લીધા છે.હવે કોવિડ-19 પહેલાની જેમ ટ્રેનો સામાન્ય રહેશે. આ સિવાય ભાડું પણ પહેલા જેવું જ રહેશે.
જણાવી દઈએ કે કોવિડ પ્રોટોકોલમાં રેલવેએ ખાસ કેટેગરીમાં ટ્રેનો ચલાવવાની શરૂઆત કરી હતી. તેનો હેતુ ટ્રેનોમાં ભીડને નિયંત્રણમાં રાખવાનો હતો. સ્પેશિયલ કેટેગરીની ટ્રેનોનું ભાડું સામાન્ય ટ્રેનો કરતા 30 ટકા વધુ હતું. હવે ટ્રેનોમાં 0 પણ નહી લાગે. તે જૂના નંબરથી જ ચાલશે. આ સિવાય ભાડું પણ પહેલા જેટલું જ રહેશે.
સેકેન્ડ ક્લાસમાં પ્રવાસ માટે રિર્ઝવેશન જરૂરી
કોવિડને કારણે બીજા વર્ગમાં હજુ પણ આરક્ષણ જરૂરી રહેશે. જોકે, રેલવેનું કહેવું છે કે, મુસાફરો માટે હજુ પણ સાવધાની રાખવી જરૂરી છે. હાલમાં 95 ટકા મેલ એક્સપ્રેસ ટ્રેનો પાટા પર પાછી આવી છે. પરંતુ આમાંથી લગભગ 25 ટકા ટ્રેનો હજુ પણ વિશેષ શ્રેણીમાં ચાલી રહી છે અને આ ટ્રેનોમાં 30 ટકા વધુ ભાડું યથાવત છે.
આ સિવાય લગભગ 70 ટકા ટ્રેનોને પેસેન્જર ટ્રેનોમાં મેલ એક્સપ્રેસનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેના કારણે મુસાફરોને તેના માટે પણ વધુ ભાડું ચૂકવવું પડે છે. કોવિડ પહેલા રેલવેમાં લગભગ 1700 મેલ એક્સપ્રેસ ટ્રેનો દોડતી હતી. આમાંથી મોટાભાગની ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી છે. કોવિડ પહેલા લગભગ 3500 પેસેન્જર ટ્રેનો દોડતી હતી, પરંતુ હાલમાં તેમાંથી માત્ર 1000 જ ચાલું થઇ રહી છે. જ્યારે દરેક ઝોનની તમામ સબઅર્બન ટ્રેનો શરૂ કરવામાં આવી છે.
બેડ રોલ અને ફ્રેશ ફૂડઆપવાનો આદેશ નથી અપાયો
રેલ્વેએ કોવિડને કારણે લીધેલા પગલા પાછા ખેંચી લીધા છે. પરંતુ રેલવેએ તેના આદેશમાં હજુ સુધી ધાબળા, ચાદર અને ગાદલા એટલે કે ટ્રેનોમાં બેડ રોલ પરત કરવાની વાત કરી નથી. રેલ્વેએ ફરીથી ટ્રેનોમાં તાજો રાંધેલો ખોરાક આપવાની વાત પણ કરી નથી.