Yoga Day 2024 Live: PM મોદીએ કર્યો યોગ, કહ્યું, હવે યોગ પર થઇ રહ્યાં છે સંશોધન, ટુરિઝમનો નવો ટ્રેન્ડ થયો શરૂ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શ્રીનગરમાં કરી રહ્યાં છે. અહી ડલ ઝીલ કિનારે તેઓ 6 હજાર લોકો સાથે યોગ સાધના , જાણો પળે પળની અપડેટ્સ
LIVE
Background
Yoga Day 2024 Live:PM મોદી આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે, શ્રીનગરમાં વરસાદ પડી રહ્યો છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC) ખાતે યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. આ વર્ષની થીમ, સ્વયં અને સમાજ માટે યોગ, વ્યક્તિગત સુખાકારી અને સામાજિક સમરસતા બંનેને પ્રોત્સાહન આપવા માટે યોગની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. વડા પ્રધાનના નેતૃત્વમાં યોજાનાર કાર્યક્રમમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય આયુષ રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્ય પ્રધાન પ્રતાપરાવ ગણપતરાવ જાધવ પણ હાજરી આપશે.
પીએમ મોદીએ શ્રીનગરમાં યોગાભ્યાસ કર્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) ખાતે યોગાભ્યાસ કર્યો હતો.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने अंतर्राष्ट्रीय योग दिवस पर जम्मू-कश्मीर के श्रीनगर स्थित शेर-ए-कश्मीर अंतर्राष्ट्रीय सम्मेलन केन्द्र (SKICC) में योगाभ्यास किया। pic.twitter.com/OBaYuZK7qp
— ANI_HindiNews (@AHindinews) June 21, 2024
યોગાભ્યાસ બાદ પીએમ મોદી લોકોને મળ્યા હતા
યોગાભ્યાસ કર્યા બાદ વડાપ્રધાન મોદી યોગ સાથે જોડાયેલા લોકોને મળ્યા અને તેમની સાથે સેલ્ફી પણ લીધી. વડાપ્રધાનને તેમની વચ્ચે જોઈને લોકો પણ ઉત્સાહિત થઈ ગયા. લોકોએ તાળીઓ પાડીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું.
#WATCH | Prime Minister Narendra Modi greets participants of the Yoga session at Sher-i-Kashmir International Conference Centre (SKICC) in Srinagar in J&K; also clicks a selfie with them.
— ANI (@ANI) June 21, 2024
He led the Yoga session here this morning. pic.twitter.com/QKDge0fzih
ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી
રાજકોટ જિલ્લા કક્ષા નો યોગ દિવસ ની ઉપલેટા યોજાઇ હતી. ઉપલેટા તાલુકા શાળા ના મેદાન માં દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉપલેટા ખાતે જિલ્લા કક્ષા ના યોગ દિવસ નિમિતે રાજકોટ સાંસદ પરસોતમ રૂપાલા, ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા,રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી. રાજકોટ ગ્રામ્ય રૂરલ એસપી જયપાલ સિંહ રાઠોડ ઉપસ્થિત રહી યોગ કરી ધન્યતા અનુભવી
મુખ્યમંત્રીએ નડાબેટમાં કર્યા યોગ વિશાલ
રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ છે.બનાસકાંઠાના નડાબેટ ખાતેની સરહદ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, BSFના જવાનો સહિત મોટી સંખ્યામાં જોડાયેલા લોકોએ યોગ કર્યો
જમ્મુ અને કાશ્મીર યોગાભ્યાસની ભૂમિ છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર યોગાભ્યાસની ભૂમિ છે. યોગની યાત્રા સતત ચાલુ રહે છે. યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે. વિશ્વના નેતાઓ હવે યોગ વિશે વાત કરી રહ્યા છે. હવે યોગ પર સંશોધન થઈ રહ્યું છે. યોગ ટુરિઝમનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે.