શોધખોળ કરો

Land on Moon:શું ચાંદ પર જમીન ખરીદવા માટે થઇ રહ્યું છે રજિસ્ટ્રેશન, જાણો આખરે ચંદ્રનો માલિક કોણ

ચંદ્ર પર ખરીદેલી જમીનની રજિસ્ટ્રી પૃથ્વી પર જ થઈ રહી છે. સવાલ એ છે કે, જ્યારે ચંદ્ર પર કોઈ પણ દેશનો માલિકી હક્ક નથી તો પછી કંપનીઓ ચંદ્ર પર જમીન કેવી રીતે વેચી રહી છે?

Land on Moon: ચંદ્ર પર ખરીદેલી જમીનની રજિસ્ટ્રી પૃથ્વી પર જ થઈ રહી છે. સવાલ એ છે કે, જ્યારે ચંદ્ર પર કોઈ પણ દેશનો માલિકી હક્ક નથી તો પછી કંપનીઓ ચંદ્ર પર જમીન કેવી રીતે વેચી રહી છે?

ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે અને હવે 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રની સપાટી પર પહોંચવાની અપેક્ષા છે. દરમિયાન લોકોના મનમાં ફરી આ સવાલ ઉઠી રહ્યો છે કે શું ખરેખર ચંદ્ર પર જમીન ખરીદી શકાશે? ચંદ્રનો માલિક કોણ છે? તેનું  ક્યાં અને કેવી રીતે રજિસ્ટ્રેશન થાય  છે? કેટલી જમીન મળી છે અને કઈ મોટી હસ્તીઓએ જમીન ખરીદી છે?

દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ચંદ્ર પર જમીનનો ટુકડો ખરીદ્યો હતો, જ્યારે શાહરૂખ ખાનને ઓસ્ટ્રેલિયામાં રહેતા તેના એક ચાહકે ચંદ્ર પર જમીન ભેટમાં આપી હતી. Lunarregistry.com મુજબ, ચંદ્ર પર એક એકર જમીનની કિંમત USD 37.50 એટલે કે લગભગ 3075 રૂપિયા છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ચંદ્રનો માલિક કોણ છે?

Outer Space Treaty1967 મુજબ, કોઈપણ દેશ કે વ્યક્તિનો અવકાશમાં અથવા ચંદ્ર કે અન્ય ગ્રહો પર અધિકાર નથી. આઉટર સ્પેસ ટ્રીટી મુજબ ચંદ્ર પર કોઈપણ દેશનો ધ્વજ ફરકાવી શકાય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ ચંદ્રનો માલિક બની શકતો નથી.આઉટર સ્પેસ ટ્રીટી એ કેટલાક આવા કાર્યો અને નિયમોની સૂચિ છે, જેના પર વર્ષ 2019 સુધીમાં કુલ 109 દેશોએ હસ્તાક્ષર કર્યા છે. 23 અન્ય દેશોએ પણ તેના પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ તેમને હજુ સુધી માન્યતા મળી નથી. આ સંધિમાં લખવામાં આવ્યું છે કે ચંદ્ર પર કોઈપણ દેશ વિજ્ઞાન સંબંધિત સંશોધન કાર્ય કરી શકે છે અને તેનો ઉપયોગ મનુષ્યના વિકાસ માટે કરી શકે છે, પરંતુ તેના પર માલિકી નથી જમાવી શકતો.સવાલ એ છે કે, જ્યારે ચંદ્ર પર કોઈ પણ દેશનો માલિકી હક્ક નથી તો પછી કંપનીઓ ચંદ્ર પર જમીન કેવી રીતે વેચી રહી છે?

શું ચંદ્ર પર જમીનની નોંધણી પણ થઈ રહી છે?

હા, ચંદ્ર પર ખરીદેલી જમીનની રજિસ્ટ્રી પૃથ્વી પર જ થઈ રહી છે. Lunarregistry.com નામની વેબસાઈટ તેની રજીસ્ટ્રીના અધિકારોનો દાવો કરે છે, પરંતુ વેબસાઈટ તેના FAQs વિભાગમાં સ્પષ્ટપણે લખે છે કે તે ચંદ્ર પરની જમીનની માલિક નથી. તેમનું કામ માત્ર રજિસ્ટ્રી કરાવવાનું છે, જમીન વેચવાનું નથી. મતલબ એવું જ થયું કે, પૃથ્વી પરની કોઈપણ જમીનની રજિસ્ટ્રી તમે કરાવી લો, પરંતુ હવે જ્યારે કોર્ટમાં માલિકી હક્કનો પ્રશ્ન ઊભો થાય છે ત્યારે રજિસ્ટ્રી ઑફિસ એવું કહીને ટાળે છે કે અમારું કામ માત્ર રજિસ્ટ્રી કરવાનું છે,  તેન વેચવાનું અને તેના માલિકની તપાસ કરવાનું નથી.

શું ચંદ્ર પર જમીન વેચવી એ કૌભાંડ છે?

સ્પેસ લો પર અનેક પુસ્તકો લખનાર લેખક ડૉ.જીલ સ્ટુઅર્ટે તેમના પુસ્તક ધ મૂન એક્ઝિબિશન બુકમાં લખ્યું છે કે ચંદ્ર પર જમીન ખરીદવી અને કોઈને ભેટ આપવી એ હવે એક ફેશન બની ગઈ છે. જો ચંદ્ર પર કોઈ દેશનો અધિકાર નથી તો કંપનીઓ અને અન્ય કોઈ વ્યક્તિનો પણ કોઈ અધિકાર નથી. એટલે કે ચંદ્ર પર જમીન વેચવાનું કામ એક કૌભાંડ છે અને હવે તે મિલિયન ડોલરનો બિઝનેસ બની ગયો છે, કારણ કે જ્યારે લોકોને એક એકર જમીન રૂ.3000માં મળી રહી છે ત્યારે તેઓ રૂ.3000માં જુગાર રમતા અચકાતા નથી.જે લોકો ચંદ્ર પર જમીન ખરીદે છે તેઓ વિચારતા રહે છે કે જો ક્યારેય નસીબ ખુલે છે અને ચંદ્ર પરની જમીનની માલિકી પર પ્રશ્ન ઊભો થાય છે, તો રજિસ્ટ્રીની નકલ ખૂબ જ ઉપયોગી થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધAhmedabad Police : અમદાવાદમાં પોલીસે ગુંડાઓનું જાહેરમાં સરઘસ , લુખ્ખાઓએ હાથ જોડી માંગી માફીBhavnagar Lion Threat : ભાવનગરના સોસિયા ગામમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ફફડાટStock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
Embed widget