Jammu Kashmir Cold: શ્રીનગરમાં નોંધાઇ સિઝનની સૌથી ઠંડી રાત,પહલ ગામમાં માઇનસ 3.4 ડિગ્રી સેલ્સયિસ તાપમાન
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કાતિલ ઠંડી પડી રહી છે. લદ્દાખ અને કાશ્મીર ખીણમાં શુક્રવારે શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત્રિ સાથે શીત લહેર તીવ્ર બની હતી,
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કાતિલ ઠંડી પડી રહી છે. લદ્દાખ અને કાશ્મીર ખીણમાં શુક્રવારે શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત્રિ સાથે શીત લહેર તીવ્ર બની હતી, જ્યારે દ્રાસમાં ફરીથી માઈનસ 12.6 સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન ગઈકાલે રાત્રે 1.6 ડિગ્રી સેલ્સિયસની સરખામણીએ 0.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
કાશ્મીરના ગેટવે ટાઉન કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન 0.0 ડિગ્રી સેલ્સિયસ અને દક્ષિણ કાશ્મીરના પ્રખ્યાત રિસોર્ટ પહેલગામમાં માઈનસ 3.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કોકરનાગમાં લઘુત્તમ તાપમાન 1.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ઉત્તર કાશ્મીરના કુપવાડા શહેરમાં માઈનસ 0.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તર કાશ્મીરના વિશ્વ પ્રસિદ્ધ સ્કીઇંગ રિસોર્ટ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
લેહમાં માઈનસ 7.0 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે કારગીલમાં માઈનસ 1.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દ્રાસ એ પ્રદેશનું સૌથી ઠંડું સ્થળ હતું, જ્યાં લઘુત્તમ તાપમાન માઈનસ 12.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગે કહ્યું છે કે ઓછામાં ઓછા 19 નવેમ્બર સુધી હવામાન શુષ્ક રહેશે, ત્યારબાદ આ વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હાલમાં વધતી જતી ઠંડીના કારણે ત્યાં રહેતા લોકોની મુશ્કેલી થોડી વધી ગઈ છે.
ગુજરાતમાં રણ શિયાળીની શરૂઆત થતાંની સાથે જ રાજ્યભરમાં ફૂલ ગુલાબી ઠંડી નો અહેસાસ થઇ રહ્યો છે.મોડી રાતથી ઠંડીનું વધ્યું જોર વધી રહ્યું છે. ઉત્તર પૂર્વીય તરફથી વહેતા ઠંડા પવનોને કારણે મોટાભાગનાં શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યના 10 મોટા શહેરમાં તાપમાન 17 ડિગ્રીથી નીચું નોંધાયું છે.
ગાંધીનગ ઠંડુગાર રહ્યું જ્યાં તાપમના પારો ગગડતાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું, નલિયામાં 10.01 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં પણ વહેલી સવારે અને મોડી રાત્રે ગુબાલી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો ગગડતાં 12.06 ડીગ્રીએ પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ચાર ડિગ્રી જેટલું તાપમાન ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ ખૂબ જ સૂકું રહેશે. જેના કારણે દરેક જિલ્લાઓમાં 2થી5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો આવશે.
કચ્છમાં નવા વર્ષની સાથેજ કચ્છમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો. ફૂલ ગુલાબી ઠંડીની સાથે નલિયાના તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ગઇકાલે નલિયાનું તાપમાન 10.01 ડિગ્રી નોંધાયું. કચ્છમાં પણ વાદળછાયા વાતાવરણ શીતલહેર વહેતા ઠંડુ વધી રહી છે.
પવનની દિશા બદલાતાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. હવે ધીમે ધીમે ઠંડી જોર બતાવી રહી છે. સવારે ફૂલ ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થવાથી ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટા ભાગનાં શહેરના લઘુતમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.