શોધખોળ કરો

Jammu Kashmir encounter: 24 કલાકથી ચાલુ એન્કાઉન્ટર, 3 આંતકી ઠાર,માર્યા ગયેલ આતંકીનું ગજવાતુલ હિંદ સાથે કનેકશન

કુલગામમાં બે જ્યારે શ્રીનગરમાં એક આતંકી માર્યો ગયો છે. કુલગામમાં એન્કાઉન્ટરનો આજે બીજો દિવસ છે.

Jammu Kashmir encounter: કુલગામમાં બે જ્યારે શ્રીનગરમાં એક આતંકી માર્યો ગયો છે. કુલગામમાં એન્કાઉન્ટરનો આજે બીજો દિવસ છે.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. કુલગામમાં બે આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે શ્રીનગરમાં એક આતંકી માર્યો ગયો છે. કુલગામમાં એન્કાઉન્ટરનો આજે બીજો દિવસ છે.

કુલગામમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હિઝબુલ કમાન્ડર શિરાઝ મૌલવી અને યાવર ભટ્ટ તરીકે થઈ છે. શિરાઝ યુવાનોને ફસાવીને આતંકવાદી બનાવવાના કામમાં સામેલ હતો. ઉપરાંત, તે નિર્દોષ લોકોની હત્યામાં પણ સામેલ હતો.

તો બીજી શ્રીનગરમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ પુલવામાના અમીર રિયાઝ તરીકે થઈ છે. માર્યો ગયેલો આમિર રિયાઝ આતંકવાદી સંગઠન ગજવાતુલ હિંદ સાથે સંકળાયેલો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદી અમીર રિયાઝને ફિદાયીન હુમલાની જવાબદારી સોંપવામાં આવી હતી.

શ્રીનગરમાં બુધવારે અલી મસ્જિદ પાસે આંતકી હુમલો થયો હતો

શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં બુધવારે અલી મસ્જિદ પાસે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં એક પોલીસ જવાન સહિત બે લોગો ઇજાગ્રસ્ત થયા હતા. આતંકીઓએ સીઆરપીએફના 161 BN પર ગ્રેનેડ ફેંક્યો હતો. આતંકીઓ દ્ધારા ફેંકવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં અઝાઝ અહમદ ભટ્ટને ઇજા પહોંચી હતી. 41 વર્ષીય અઝાઝ ગુલાબ નબી ભટના દીકરા છે. ઇજાગ્રસ્ત પોલીસ જવાનનું નામ સઝાદ અહમદ ભટ છે જે ઇદગાહના નરવરા વિસ્તારના રહેવાસી છે. બંન્નેને એસએચએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સૂત્રોના મતે ઘટનામાં ઘાયલ થયેલા સામાન્ય નાગરિકોને ચહેરા અને હાથ પર ઇજા પહોંચી છે જ્યારે પોલીસ કર્મીને પગમાં ઇજા પહોંચી છે. બંન્નેની હાલત સ્થિર છે. નાગરિકો અને સુરક્ષાકર્મીઓ પર આતંકવાદીઓ દ્ધારા વધતા હુમલાને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે 5500થી વધુ જવાનોને ઘાટીમાં મોકલ્યા હતા.. કેન્દ્રિય દળોના જવાનોમાં સીઆરપીએફ અને બીએસએફના જવાન સામેલ હતા. જેમનો ઉપયોગ એલઓસી અને અંદરના વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget