Jamnagar Rain: રંગમતી ડેમના દરવાજા ખોલવામાં આવતા ખોડીયાર મંદિર પાણીમાં ગરકાવ, નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ
Jamnagar Rain: જામનગર વિસ્તારમાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેટલાક ગ્રામીણ ક્ષેત્રોમાં આજે સવારથી જ ઉપરવાસના વરસાદના કારણે આ ચોમાસાની ઋતુમાં બીજી વખત દરેડ નજીકનું ખોડીયાર મંદિરમાં ફરતે પાણી ફરી વળ્યાના દ્રશ્યો સામે આવ્યા છે.
Jamnagar Rain: જામનગર વિસ્તારમાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેટલાક ગ્રામીણ ક્ષેત્રોમાં આજે સવારથી જ ઉપરવાસના વરસાદના કારણે આ ચોમાસાની ઋતુમાં બીજી વખત દરેડ નજીકનું ખોડીયાર મંદિરમાં ફરતે પાણી ફરી વળ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. જામનગર શહેર અને જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો છે પરંતુ ક્યાંકને ક્યાંક કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રંગમતી ડેમના પાટિયા ખોલાતા ખોડીયાર મંદિર પાણીમાં ગરકાવ થયાના દ્ર્શ્યો આજે વધુ એક વખત સામે આવ્યા છે.
રંગમતી ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. રણજીત સાગર ડેમ દોઢ ફૂટે ઓવરફ્લો થાય તેવી શક્યતા છે. જામનગર શહેરના નિચાણવાળા વિસ્તારને સાવચેત કરવામાં આવ્યા છે. રંગમતી નાગમતી નદી અને તેની આસપાસના વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપવામાં આવી છે.
ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રનો બીજો સૌથી મોટો ડેમ ભાદર ઓવરફ્લો
સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર એક ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. ભાદર એક ડેમમાં હાલ પુષ્કળ પાણીના પ્રવાહની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભાદર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં રાજકોટ ,ગોંડલ, જેતપુર પંથકના લોકોને પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે. ડેમના તમામ 29 દરવાજા 5 ફૂટ ખોલાયા છે. ડેમમાં 100125 કયુસેક પ્રવાહની આવક સામે 43700 કયુસેક પ્રવાહની જાવક થઈ છે. ભાદર એક ડેમ ખેડૂતોની જીવાદોરી સમાન છે. ડેમ ઓવરફ્લો થતાં લોકો ડેમ સાઈટ ઉપર નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં કમઢીયા અને શ્રીનાથગઢ રોડ બંધ કરવામાં આવ્યો છે. ભાદર નદીના પાણી રોડ પર આવી જતા રસ્તો બંધ થયો છે. ગોંડલ નજીક આવેલા પાંચયાવદર ગામે પણ રસ્તા પર પાણી ફરી વળ્યા છે.
ઉપરવાસમાં ભારે પડેલા વરસાદના કારણે ભાદર 1 નાં દરવાજા ખોલવામાં આવ્યા છે. ભાદર-1 ડેમના 8 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. ભાદર ડેમ નીચે આવતા જેતપુરના- 12, ગોંડલના-જામકંડોરણાના -2 ધોરાજીના- 3 સહિતના તાલુકાના કુલ 22 ગામોના લોકોને નદીના પટમાં ન જવા અને સાવચેતી રાખવા અપાઈ સૂચના આપવામાં આવી છે.
ઓરેન્જ એલર્ટ વાળા રાજકોટમાં સવારથી વરસાદી માહોલ
ગુજરાતમાં આજે પણ હવામાન વિભાગ દ્વારા કેટલાક સ્થળો માટે વરસાદી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં છે, અને આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે સવારે રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે, રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા કેટલાય ગામડાઓમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. સરધાર, ખારચિયા, બાડમેર, ભુપગઢ, રાજ સમઢીયાળા, હલેન્ડા અને વીરનગર સહિતના ગામડાઓમાં વરસાદે તોફાની એન્ટ્રી કરી છે. વરસાદના કારણે અનેક ગામોમાં રસ્તાંઓ ધોવાયા છે, અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ પેદા થઇ ગઇ છે. આ ઉપરાંત વરસાદી પાણી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી સરધાર અને આટકોટ વચ્ચે આવેલી નદીઓ બે કાંઠે થઇ ગઇ છે. રાજસમઢીયાળા પાસે આવેલા ખારચિયાં ગામમાં પાણી ઘુસતા લોકો પહેલા માળે પહોંચ્યા હતા. રાજકોટ તથા જસદણ તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદની ફરી એન્ટ્રી થઇ છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial