(Source: ECI/ABP News/ABP Majha)
ગરીબ પરિવારની દોઢ વર્ષની બાળકીને હતું હૃદયમાં કાણું, RBSK યોજના બની આશીર્વાદરૂપ, આ રીતે મળ્યું નવજીવન
જામનગરની દોઢ વર્ષની બાળકી વિજુને અમદાવાદમાં મળ્યું નવું જીવન. આ બાળકીને હૃદયમાં કાણું હતું. જો કે સરકારની RBSK યોજના તેમના માટે આશિર્વાદરૂપ નિવડી
અમદાવાદ:જામનગરની દોઢ વર્ષની બાળકી વિજુને અમદાવાદમાં મળ્યું નવું જીવન. આ બાળકીને હૃદયમાં કાણું હતું. જો કે સરકારની RBSK યોજના તેમના માટે આશિર્વાદરૂપ નિવડી અને વિના મૂલ્યે જ તેમની સારવાર થતાં તેમને એક નવુ જીવન મળ્યું.
કઇ રીતે મળી સહાય
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાના એવા સિંગચ ગામે રહેતા અને સામાન્ય આવક ધરાવતા નારણભાઈ પરમાર પર આભ ફાટી પડ્યું જ્યારે તેમને ખબર પડી કે તેમની દોઢ વર્ષની વ્હાલસોયી દીકરી વિજુના હૃદયમાં કાણું છે અને હૃદયની આ બીમારી એટલી ગંભીર છે કે તે માટેની વધુ સારવાર માટે વિજુને અમદાવાદ ખસેડવી પડશે. આ બીમારીની સારવાર માટે અને સર્જરી માટે 4થી 5 લાખની જરૂર પડે છે. આ ગરીબ પરિવાર માટે આટલી મોંધી સારવાર કરાવવી કોઇ રીત શક્ય ન હતી.
અમદાવાદ રહેતા અમારા એક સંબંધીએ તેમને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સંદર્ભ કાર્ડ કઢાવવાની સલાહ આપી. આ કાર્ડના કારણે અમારે એકપણ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો નહીં અને આવવા જવાના મુસાફરીના ભાડા સાથે સરકારે અમને તદ્દન વિનામૂલ્યે આ ઓપરેશનની વ્યવસ્થા કરી આપી અમારી વિજુનો જીવ બચાવ્યો"
RBSK યોજના બની આશીર્વાદરૂપ
જામનગરની દોઢ વર્ષની બાળકી વિજુને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે નવું જીવન મળ્યું. સિંગચ ગામના ગરીબ પરિવારની બાળકીના હૃદયનું ઓપરેશન રાજ્ય સરકારની રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK યોજના હેઠળ યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે નિશુલ્ક કરવામાં આવતા વજુને નવી જિંદગી મળી ગઇ.
ગુજરાત અને દેશના હજારો ભૂલકાઓની હૃદય સંબંધી બીમારી યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે દુર કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગત વર્ષે ઓક્ટોબર માસમાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે બાળ હૃદયરોગની સારવાર માટે નવીનતમ સુવિધાઓનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે, “ગુજરાતમાં આરોગ્યોદયનો આ અવસર છે. ઉલ્લેખનિય છે કે દર વર્ષે ૧ હજારથી વધુ બાળકોની અહીં કાર્ડિઆક સર્જરી કરવામાં આવે છે. પિડ્રીયાટ્રીશીયન, ન્ટેસ્ટવીસ્ટ અને નર્સિગ સ્ટાફ તદઉપરાંત નિષ્ણાંત તબીબોની ટીમ, દિન-રાત દર્દીઓની સેવા સુશ્રુષા માટે અહીં ખડે પગે રહે છે.