Jamnagar: વિવાદાસ્પદ ભાષણ મામલે વિરમગામના MLA હાર્દિક પટેલ નિર્દોષ જાહેર
વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.
જામનગરઃ વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. સભામાં વિવાદાસ્પદ ભાષણ આપવા અંગેના કેસમાં હાર્દિક પર ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, જામનગરના ધુતારપુરમાં ચાર નવેમ્બર, 2017માં નોંધાયેલી ફરિયાદમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ધુતારપુર સભામા વિવાદાસ્પદ ભાષણ મુદ્દે હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ નોંધવામા આવ્યો હતો.
4 નવેમ્બર 2017માં તત્કાલિન પાસ કન્વિનર હાર્દિક પટેલ અને કન્વિનર અંકિત ઘાડિયાએ જામનગરના ધુતારપુર-ધૂળશિયા ગામે દયાળજી ભીમાણીની વાડીમાં એક સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં હાર્દિક પટેલે વિવાદીત નિવેદન કર્યું હતું. ત્યારબાદ જામનગરના પંચકોશી એ ડિવીઝન પોલીસમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ જામનગરની એડીશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા કોર્ટે હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયાને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો છે.
Accident: સુરતના પલસાણામાં ટેમ્પોએ બાઇકને અડફેટે લેતા, યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ
Accident:સુરતના પલસાણામાં બાઇક અને ટેમ્પોના અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. ઘાયલ અવસ્થામાં યુવકને હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામા આવ્યાં હતા અહીં સારવાર દરમિયાન યુવકનું મૃત્યું થયું હતું.
અમદાવાદ, વડોદરા સહિત આજે સુરતમાં રોડ અકસ્માતના કારણે એક વ્યક્તિનો જીવ ગયા છે. વાંકાનેર ગામ પાસે ટેમ્પોએ બાઈકને અડફેટે લીધો હતો, જેના પગલે બાઇક સવાર યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાબડતોબ હોસ્પિટવમાં સારવાર માટે લઇ જવાયો હતો જો કે બદનસીબે તેની જિંદગી ન બચાવી શકાય. આ યુવકનુ આજે સવારે જ સારવાર દરમિયાન નિધન થયું છે.
Accident: લીંબડી ધંધુકા રોડ પર પૂરપાટ ઝડપે આવતી કારે સર્જયો અકસ્માત, 1 વ્યક્તિનું મૃત્યુ, 3 ઘાયલ
સુરેન્દ્રનગર: લીંબડી ધંધુકા રોડ પર આજે સવારે અકસ્માતની ઘટના બની હતી. જેમાં કારમાં સવાર એક વ્યક્તિનુ મોત નિપજ્યું છે જ્યારે 3 લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
સુરેન્દ્રનગર નજીક લીંબડી ધંધુકા રોડ પર આજે સવારે કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગૂમવાતા અકસ્માત સર્જાયો હતો.
બોરણા ગામના પાટિયા પાસે આ ધટના બની હતી. અહીં પુરપાટ ઝડપે જઈ રહેલ કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસમાત સર્જાયો હતો. કારમાં સવાર 1 વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય ૩ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા. અકસ્માત બાદ કાર રોડની સાઈડમાં પલટી મારી જતા કારને મોટા પાયે નુકસાન થયું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી