શોધખોળ કરો

Sexual Harassment : કલાક્ષેત્રની 100 વિદ્યાર્થીઓએ લગાવ્યો શારિરીક શોષણનો આરોપ, પ્રોફેસર પર કેસ

Sexual Harassment: તમિલનાડુના કલાક્ષેત્રની 100 થી વધુ વિદ્યાર્થીનીઓએ તમિલનાડુ રાજ્ય મહિલા આયોગને ફેકલ્ટી સભ્યો વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ કરી છે.

Sexual Harassment:  તમિલનાડુના કલાક્ષેત્રની 100 થી વધુ વિદ્યાર્થીનીઓએ તમિલનાડુ રાજ્ય મહિલા આયોગને ફેકલ્ટી સભ્યો વિરુદ્ધ જાતીય સતામણીની  ફરિયાદ કરી છે.

શુક્રવારે (31 માર્ચ), તમિલનાડુની રૂકમણી દેવી કોલેજ ઓફ ફાઈન આર્ટ્સના પ્રોફેસર પર એક વિદ્યાર્થિએ શારિરીક  શોષણનો આરોપ મૂકતા ફરિયાદ કરી હતી. કલાક્ષેત્ર ફાઉન્ડેશનના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ પ્રોફેસર વિરુદ્ધ ચેન્નાઈ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિદ્યાર્થીનીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ભૂતપૂર્વ વિદ્યાર્થીએ ચેન્નાઈના પોલીસ કમિશનર શંકર જીવાલને મળીને ફરિયાદ કરી હતી કે, આસિસ્ટન્ટ પ્રોફેસર હરિ પેડમેને તેને અશ્લીલ મેસેજ મોકલ્યા હોવાની રજૂઆત કરી હતી. . ફરિયાદને અદ્યાર મહિલા પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવી હતી, જ્યાં પ્રોફેસર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પેડમેન વિરુદ્ધ IPC કલમ 354A (જાતીય સતામણી) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

100થી વધુ વિદ્યાર્થીનીઓએ કરી ફરિયાદ

શુક્રવારે (31 માર્ચ) પહેલા દિવસે, કલાક્ષેત્ર ફાઉન્ડેશનની લગભગ 100 વિદ્યાર્થિનીઓએ તામિલનાડુ મહિલા આયોગને અરજી કરી હતી, જેમાં ઓછામાં ઓછા ચાર પુરૂષ ફેકલ્ટી સભ્યો સામે દુર્વ્યવહાર અને જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓએ જાતીય શોષણના વિરોધમાં ગુરુવારે ધરણા શરૂ કર્યા હતા, જે શુક્રવારે પણ ચાલુ રહ્યા હતા. હડતાળના કારણે કોલેજ બંધ છે.

મહિલા આયોગના પ્રમુખ કેમ્પસ પહોંચ્યા હતા

રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ એએસ કુમારી શુક્રવારે કેમ્પસ પહોંચ્યા અને વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોને મળ્યા. પાંચ કલાકની પૂછપરછ પછી, તેમણે કહ્યું, "કેટલીક વિદ્યાર્થિનીઓ  2008 થી કેમ્પસમાં ઉત્પીડનનો સામનો કરે છે. અમને જાતીય સતામણી સહિત લગભગ 100 ફરિયાદો મળી છે. અમે કાયદા મુજબ કાર્યવાહી શરૂ કરીશું." આ કોલેજ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય હેઠળ આવે છે. વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે તેઓએ કેન્દ્રીય મંત્રાલયને પણ ફરિયાદ મોકલી છે. વિદ્યાર્થિનીઓની ફરિયાદ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને કાર્યવાહી કરવાનો ભરોસો આપ્યો છે.

Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલ હોસ્પિટલ 1 એપ્રિલથી દર્દીઓ માટે શરુ કરશે અનોખી સેવા, જાણો સમગ્ર માહિતી

Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ૧ એપ્રિલ થી દર્દીઓના હિતાર્થે નવતર પહેલ હાથ ધરવામાં આવી રહી છે. જેના અંતર્ગત હોસ્પિટલમાં નિદાન અને સારવાર અર્થે આવતા દર્દીઓ એક વખત ડોક્ટરની મુલાકાત લીધા બાદ ફરી વખત તપાસ માટે આવવા તેઓને SMS કરીને જાણ કરવામાં આવશે. વધુમાં દર્દીઓએ ફરી વખત હોસ્પિટલમાં આવતી વેળાએ આગળની સારવારના કાગળ ઓપીડી વિભાગમાં સવારે ૮:૩૦ કલાકે બતાવવાના રહેશે.

સિવિલ હોસ્પિટલમાં સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી એ જણાવ્યું છે કે, દર્દીઓને સત્વરે અને સરળતાથી શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ બને તે માટે દર્દીઓના સુખાકારીમાં વધારો કરતી પહેલ હાથ ધરવામાં આવી છે. સમગ્ર દેશમાં જ્યારે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ગુડ ગવર્નન્સ અને એમ ગવર્નન્સના અભિગમ સાથે સરકારી સેવાઓને સરળ બનાવવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર પ્રક્રિયાને અનુસરીને સિવિલ હોસ્પિટલે પણ આ ડિજિટલ અભિગમ અપનાવ્યો છે.

રાજ્યના 109 IASની સામૂહિક બદલી

રાજ્યના 109 IASની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે. નોંધનીય છે કેસ લાંબા સમયથી IAS અધિકારીઓની બદલીની ચર્ચા ચાલતી હતી. મહત્વના વિભાગના અધિકારીઓ બદલાયા છે. જેમાં  મુકેશ પુરીની ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે બદલી કરવામાં આવી છે.

મોટાભાગના સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 10 અધિકારીઓને પ્રમોશન સાથે બદલી પણ અપાઈ છે. મુકેશ પુરી, એકે રાકેશ, કમલ દયાની,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના, મોહમ્મદ શાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ, મનીષાચંદ્રા, બીએન પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિતના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવાયા છે. એ.કે રાકેશને કૃષિ વિભાગનો ચાર્જ આપવામાં આવ્યો છે. પ્રવિણા ડી કેને અમદાવાદના કલેક્ટર બનાવાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget