(Source: ECI/ABP News/ABP Majha)
Rain Forecast: આગામી 5 દિવસ તમિલનાડુ સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ચેન્નઇ, પોંડેચરીમાં શાળામાં રજા જાહેર
આગામી 5 દિવસ તમિલનાડુમાં, કન્યાકુમારી, તિરુનેલવેલી અને તેનકાસી જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
Rain Forecast: કેરળ અને તમિલનાડુના ભાગોમાં બુધવારે ભારે વરસાદ થયો હતો, જેમાં ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ સપ્તાહના આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી હતી. પુડુચેરી અને કરાઈકલ પ્રદેશોમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છેય જેના કારણે સંબંધિત સરકારોને બુધવારે શાળામાં રજા જાહેર કરવાની ફરજ પડી હતી. જ્યારે કન્યાકુમારી, તિરુનેલવેલી અને તેનકાસી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદનો અનુમાન છે. હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ અને વાલીઓને શાળા રજાના અપડેટ્સ માટે સંબંધિત શાળાઓનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.
ચેન્નાઈમાં પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC) મુજબ, કન્યાકુમારી, તિરુનેલવેલી અને તેનકાસી જિલ્લામાં ભારે વરસાદની અપેક્ષા છે. વરસાદના અનુમાનને જોતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે.
વેધર અપડેટ 23 નવેમ્બર
હવામાન વિભાગ અનુમાન મુજબ ખૂબ ભારે વરસાદ કેરળ-માહેના ભાગોને પડી શકે છે, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કોસ્ટલ કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટકના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.તટીય આંધ્રપ્રદેશ, યાનમ, તેલંગાણા અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં છૂટાછવાયા વરસાદ અથવા હિમવર્ષોની આગાહી કરવામાં આવી છે.
આંદામાન-નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે.ઉત્તર ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના અલગ-અલગ સ્થળોએ મધ્યમ ધુમ્મસની શક્યતા છે.