શોધખોળ કરો
Blue Zone: બ્લુ ઝોનના લોકો કેવી રીતે લાંબી ઉંમર સુધી જીવે છે? જાણો તેમની 5 હેલ્ધી આદતો
Blue Zone: બ્લુ ઝોનમાં રહેતા લોકો અલગથી કસરત માટે સમય કાઢતા નથી. તેઓ ખેતી કરતા હોય છે, રસોઈ બનાવતા હોય છે અને ઘરના કામોમાં રોજ સક્રિય રહે છે. તેમના આ રોજિંદા હલનચલનથી માંસપેશીઓ સતત કાર્યરત રહે છે.
બ્લુ ઝોનના લોકો કેવી રીતે લાંબી ઉંમર સુધી જીવે છે
1/5

આ વિસ્તારોના લોકો મોટા ભાગે વનસ્પતિ આધારિત આહાર લે છે. જેમ કે દાળ, શાકભાજી, અને નટ્સ. તેઓ માંસ અને પ્રોસેસ્ડ ફૂડ ખૂબ ઓછું ખાતા હોય છે. આ પ્રકારનો આહાર શરીરમાં સોજો ઘટાડે છે અને હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ જેવી સમસ્યાઓથી બચાવે છે.
2/5

બ્લુ ઝોનમાં પરિવાર, મિત્રો અને પાડોશીઓ સાથે સંબંધોને ખૂબ મહત્વ આપવામાં આવે છે. આ સામાજિક જોડાણો તણાવ વધારતા હોર્મોને ઘટાડે છે અને માનસિક સ્વાસ્થ્ય સારું રાખે છે. જ્યારે એકલતા અનેક બીમારીઓનું કારણ બની શકે છે. આ કારણે અહીં સાથે ભોજન કરવું, એકબીજાની મદદ કરવી અને મળીને સમય પસાર કરવાની મજબૂત પરંપરા છે.
Published at : 28 Nov 2025 05:26 PM (IST)
આગળ જુઓ
Advertisement



















