શોધખોળ કરો

Tajmahal Tourism: તાજમહેલની મુલાકાત લેવા જતા પહેલા જાણી લો આ નિયમ, આદેશ કરાયો જાહેર

Tajmahal Tourism: તાજમહેલની મુલાકાત લેનારાઓ માટે મોટા સમાચાર છે. હવે તમે તમારી સાથે કોઈ સામાન લઈ જઈ શકશો નહીં. આ અંગે કડક સૂચના આપવામાં આવી છે.

Tajmahal Tourism: તાજમહેલની મુલાકાત લેનારાઓ માટે મોટા સમાચાર છે. હવે તમે તમારી સાથે કોઈ સામાન લઈ જઈ શકશો નહીં. આ અંગે કડક સૂચના આપવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના આગ્રામાં તાજમહેલની મુલાકાત લેનારાઓ માટે મોટા સમાચાર છે. તાજમહેલને લઈને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે કડક આદેશ જાહેર કર્યો છે. પ્રવાસીઓ હવે સ્મારક સુધી પાણીની બોટલ લઈ જઈ શકશે નહીં. તાજેતરમાં જ એક હિન્દુ સંગઠને તાજમહેલમાં ગંગા જળ ચઢાવવાનો દાવો કર્યો હતો. મહિલાએ તાજમહેલ પર ભગવો ધ્વજ પણ ફરકાવ્યો હતો. જો કે તાજમહેલ સંકુલમાં આ પ્રતિબંધ નથી, પરંતુ જો તમે તાજમહેલની મુલાકાત લો છો તો પાણીની બોટલો પર પ્રતિબંધ રહેશે.

તમને જણાવી દઈએ કે, આગ્રાના તાજમહેલમાં સોમવારે અરાજકતાનો માહોલ હતો, જ્યારે એક મહિલા સમાધિના મુખ્ય સ્થાન પાસે પહોંચી અને કેસરી રંગનું કપડું લહેરાવ્યું. આ પછી સુરક્ષાકર્મીઓએ તેને પકડીને પોલીસને હવાલે કરી હતી.  અધિકારીઓએ આ માહિતી આપી હતી.

હિન્દુ સંગઠનો તાજમહેલને તેજોમહાલય (શિવ મંદિર) હોવાનો દાવો કરે છે. સંગઠન સાથે જોડાયેલા લોકો સાવન મહિનામાં ત્યાં પહોંચીને અલગ-અલગ રીતે વિરોધ કરી રહ્યા છે.

હિન્દુ સંગઠનના પદાધિકારીઓ થોડા દિવસ પહેલા આવ્યા હતા

થોડા દિવસો પહેલા એક હિંદુ સંગઠનના એક પદાધિકારી  તાજમહેલમાં ગંગા જળ ચઢાવવા પહોંચ્યા હતા. જોકે CISFના જવાનોએ તેમને રોક્યા હતા. સાવનના ત્રીજા સોમવારે અખિલ ભારતીય હિન્હુ મહાસભાની મહિલા પાંખની અધ્યક્ષ મીરા રાઠોડ તાહમહલ પહોંચી અને સમાધિના મુખ્ય સ્થળ પાસે ભગવા રંગનું કપડું લહેરાવવાનું શરૂ કર્યું. દરમિયાન CISFના જવાનોએ તેને પકડી લીધો હતો.                                                                 

આ ઘટના બાદ તેના ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં તેના હાથમાં પાણીની બોટલ જોવા મળી રહી છે. સંગઠનનો દાવો છે કે તાજમહેલની મુખ્ય સમાધિમાં ગંગા જળ ચઢાવ્યા બાદ કેસરી કપડા લહેરાવવામાં આવ્યા છે.આ અંગે સંરક્ષણ સહાયક પ્રિન્સ વાજપેયીએ જણાવ્યું હતું કે, એક મહિલાએ કેસરી રંગનું કપડું લહેરાવ્યું હતું.

 

 

ટોપ સ્ટોરી

8th Pay Commission: કર્મચારી- પેન્શનર્સ સંગઠનોએ DA ને લગતી 3 જૂની માગણીઓ ફરી ઉઠાવી
8th Pay Commission: કર્મચારી- પેન્શનર્સ સંગઠનોએ DA ને લગતી 3 જૂની માગણીઓ ફરી ઉઠાવી
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
નોએલ ટાટાની વિદાય, 29 વર્ષ બાદ 11 નવેમ્બરે પદ છોડશે, કોણ હશે નવા ચેરમેન?
નોએલ ટાટાની વિદાય, 29 વર્ષ બાદ 11 નવેમ્બરે પદ છોડશે, કોણ હશે નવા ચેરમેન?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
Embed widget