(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Politics:મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ સસ્પેન્સન બાદ ઠાલવી વ્યથા, જાણો શું કહ્યું?
Gujarat Politics:ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાને પક્ષે સસ્પેન્ડ કર્યાં છે. રંજનબેનને સતત ત્રીજી વખત ઉમેદવાર બનાવતા તેમણે અનેક સવાલ ઉઠાવ્યાં છે.
Gujarat Politics:લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે બે યાદી જાહેર કરી દીધી છે. ત્યારે વડોદરા માટે પક્ષે રંજનબેન ભટ્ટની પસંદગી કરતા જ્યોતિબેને અનેક સવાલ ઉઠાવ્યા છે. ઉલ્લેખનિય છે કે, ભાજપે રંજનબેન ભટ્ટને લોકસભાની ટિકિટ આપતા જ્યોતિબેન પંડ્યા પહેલાથી નારાજ હતી. આ વાતની જાણ કેન્દ્રિય નેતૃત્વને થતાં તેણે વિરોઘના સૂર આવે પહેલા એકશન લેતા તેમને ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ પદેથી સસ્પેન્ડ કરી દીધા હતા. જો કે સસ્પેન્સન બાદ જ્યોતિબેને મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી હતી, જ્યોતિબેન પંડ્યાએ શું કહ્યું જાણીએ..
નારાજ જ્યોતિબેન પટેલે નારાજગી વ્યક્ત કરતા શું કહ્યું?
લોકસભાની ચૂંટણીની ટિકિટ રંજન બેન ભટ્ટને મળતાં જ્યોતિબેન પટેલે કહ્યું કે, “વડોદરામાં રંજનબેન સિવાય પાર્ટીને કોઈ કાર્યકર નથી મળતા.રંજનબેનને ટિકિટ આપવામાં પક્ષની કઈ મજબુરી છે?રંજનબેનને વડોદરા પસંદ પણ નથી કરતું અને રંજનબેનના કાર્યકાળમાં વડોદરાનો વિકાસ પણ રૂંધાયા છે.છેલ્લા ઘણા સમયથી વડોદરાના વિકાસની મૂડી ઘસાઈ છે. પક્ષમાં નાના કાર્યકરોમાં ડરનો માહોલ છે. પક્ષના નેતૃત્વનો આદર પરંતુ રંજનબેન અયોગ્ય છે. શું તમને ખબર છે કે, રંજનબેનના કારણે પાર્ટીના કાર્યકરો પણ દુખી છે. રંજનબેનને કેમ ટિકિટ અને મજબૂત મહિલાઓને નહી?
જ્યોતિબેન પંડ્યાએ પક્ષના નિર્ણય પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે,ભૂપેન્દ્ર પટેલે પણ વડોદરાના વિકાસ રૂંધાયાની ટકોર કરી હતી. વડોદરામાં 3 માર્ચે યોજાયેલા કાર્યક્રમમાં CMએ આ ટકોર કરી હતી. સુરત-અમદાવાદની વચ્ચે હોવા છતાં વડોદરા વિકાસની પાછળ કેમ છે. હવે વડોદરા વિકાસમાં પાછળ ન રહી જાય એવી શિખામણ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આપી હતી.
સસ્પેન્સસન બાદ જ્યોતિબેન પંડ્યા જ્યારે મીડિયા સમક્ષ રૂબરૂ થયા તો તેમને અપક્ષથી ઉમેદવારી વિશે પણ પૂછવામાં આવ્યું છે. જો કે તેમણે આ મુદ્દે મૌન સેવ્યું હતું. હાલ તેઓ અપક્ષથી ઉમેદવારી કરે અને રંજનબેન સામે લડે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ઉલ્લેખનિય છે કે, જ્યોતિબેન શિક્ષિત અને સાફ-સુથરી પ્રતિભા ધરાવતું વ્યક્તિત્વ છે.