શોધખોળ કરો

ડૉ. મહેતા અપહરણ કેસઃ આરોપી કલ્પેશ પટેલની પત્નીની ધરપકડ, રિમાન્ડ માટે કરાયા કોર્ટમાં રજૂ

મહેસાણાઃ રાજેશ મહેતા અપહરણ કેસમાં બનાસકાંઠા, પાટણ, એટીએસ, અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની 16 ટીમોએ ઓપરેશન પાર પાડીને અપહરકારોને ઝડપી લીધા હતા. ત્યારબાદ આજે આ કેસમાં નવો વિસ્ફોટ થયો છે. ડૉ. રાજેશ મહેતા અપહરણ મામલે આરોપી કલ્પેશ પટેલની પત્નીની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. હાલ જાણવા મળેલી માહિતી પ્રમાણે કલ્પેશ પટેલની પત્ની બાંગ્લાદેશી છે અને તેનું નામ મારીયા છે. કલ્પેશની ધરપકડ બાદ બન્ને આરોપીઓ સહિત મારીયાને ડીસા સેસન્સ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા. તમને જણાવી દઈએ કે, આ કેસમાં રાજેશ મહેતા અપહરણ કેસમાં બનાસકાંઠા, પાટણ, એટીએસ, અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની 16 ટીમોએ ઓપરેશન પાર પાડીને અપહરકારોને ઝડપી લીધા હતા. અપહરણકારોએ બે કરોડની ખંડણી માટે ડિસા પાસેથી રાજેશ મહેતાનું અપહરણ કર્યું હતું. અપહરણ બાદ રાજેશ મહેતાને મહેસાણાના એરોડ્રામની પાછળ આવેલી પટેલ નગર સોસાયટીમાં ડોક્ટરને બાંધીને રાખવામાં આવ્યા હતા. પોલીસે માસ્ટર માઇન્ડ બંન્ને અપહરણકર્તાઓની ધરપકડ કરતા છેલ્લા પાંચ દિવસથી ચર્ચામાં રહેલા પાટણના ધારપુર હોસ્પિટલના ડોકટરના અપહરણ કેસમાં ભાંડો ફૂટ્યો હતો. નગર સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે, પોલીસની સાતથી વધુ ગાડીઓ 29 નંબરના બંગલામાં ત્રાટકી હતી અને ડોક્ટર રાજેશ મહેતાને છોડાવ્યા હતા. પોલીસ ફક્ત 18 મિનિટમાં છોડાવ્યા હતા. નોંધનીય છે કે પાંચ દિવસ અગાઉ આસેડા નજીકથી પ્રોફેસરનું પોતાની સેન્ટ્રો કારમાં બેસાડી આરોપીઓએ તુરત જ આંખે પાટા બાંધી દીધા હતા.તેમજ ઘેનયુક્ત પદાર્થ સુંઘાડી દીધો હતો. જ્યાંથી મહેસાણા ખાતે રાધનપુર માર્ગ નજીક આવેલા પટેલનગરમાં આરોપી કલ્પેશ પટેલના મકાનમાં આંખે પાટા બાંધી રખાયા હતા. અપહરણની ઘટના બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નિરજ બડગુજર દ્વારા પાટણ ધારપુર કોલેજના તેમજ અન્ય સ્થળોના સીસીટીવી કેમેરાના ફુટેજનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં શંકાસ્પદ સેન્ટ્રો કાર જણાઇ હતી. જેનો નંબર પોલીસને મળ્યો હતો. દરમિયાન તપાસમાં જોડાયેલી એટીએસ અને અમદાવાદ ક્રાઇમની ટીમ સાથે સંકલન કરી કારના નંબરના આધારે અપહરણકારો સુધી પહોચવામાં સફળતા મળી હતી.

ટોપ સ્ટોરી

Stock market: સતત 7 દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં શાનદાર વાપસી, આ શેરમાં તેજી 
Stock market: સતત 7 દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં શાનદાર વાપસી, આ શેરમાં તેજી 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Embed widget