શોધખોળ કરો

મહેસાણાઃ 7 વર્ષની બાળકી સાથે પ્રિન્સિપાલે કર્યા અડપલા, ઘટનાને લઈ હડકંપ

ચોથા ધોરણમાં ભણતી બાળકીને વાંચન કરવાના બહાને શિક્ષકે બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા. જે ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો હતો.

Mehsana News: મહેસાણામાં ત્રીજા ધોરણમાં ભણતી બાળકી સાથે પ્રિન્સિપાલે અડપલા કર્યાની ઘટના સામે આવી છે. કડી નજીક એક ગામની સરકારી શાળામાં ઘટના બની છે. પ્રિન્સિપાલ પટેલ અરવિંદ વિરૂદ્ધ કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પ્રિન્સિપાલે અડપલા કરતા બાળકીએ વાલીને જાણ કરી હતી. રાત્રે દુખાવો થતા બાળકીને હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. બાળકીએ પ્રિન્સિપાલની  કરતૂત જણાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

આમ તો શાળા સરસ્વતીનું ધામ કહેવાય છે અને આપણને પહેલાથી જ શિખવવામાં આવે છે કે, શિક્ષકને ભગવાનના સ્થાને મૂકવા જોઈએ પરંતુ અહી શાળાના એક પ્રિન્સિપાલે શિષ્ય અને ગુરુના સબંધો પર લાંછન લગાવ્યું છે. મહેસાણાના જિલ્લાના કડી તાલુકાના એક ગામમાં આવેલી સરકારી શાળામાં લંપટ પ્રિન્સિપાલની કરતૂત સામે આવી છે. અહીંની શાળાના પ્રિન્સિપાલે જ ચોથા ધોરણમાં ભણતી બાળકીને શારીરિક અડપલાં કર્યા, પ્રિન્સિપાલે છોકરીને વાંચન માટે બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા.બાળકીને રાત્રીના સમયે પેટમાં દુખતા બાળકીને તેના માતા પિતાને જાણ કરી હતી જેને લઇ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર બાબતનો ખુલાસો થયો હતો અને પ્રિન્સિપાલની કરતૂત બાબતે બાળકીએ માતાપિતાને કહ્યું હતું. આ સમગ્ર બાબતે બાળકીના પિતાએ કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 ચોથા ધોરણમાં ભણતી બાળકીને વાંચન કરવાના બહાને પટેલ અરવિંદ કુમાર નામના શિક્ષકે બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા જે ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો હતો. જોકે આ બાબતે બાળકીના વાલી દ્વારા પોલીસ ફરિયાદ આપતા પોલીસે આરોપી પ્રિન્સિપલની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરાઇ છે.

વડોદરાથી ડભોઇ જવાના રોડ પર રતનપુર પાસે અજાણ્યા વાહનની ટકકરે એક યુવાનનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું. મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લામાં મેઘનગર તાલુકાના ગુવાલી ગામમાં રહેતો મસ્જિદ મકન માવી (ઉં.વ. 38) હાલ સુરતના કામરેજ ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો અને ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતો હતો.  વડોદરા નજીક રતનપુર રોડ પર તે રોડ ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા વાહને મજીદને ટક્કર મારતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. વરણામાં પોલીસે આ અંગે મૃતકની ઓળખ માટેના પ્રયત્નો હાથ ધર્યા ત્યારે બીજા દિવસે તેના પેન્ટના ખિસ્સામાંથી મળેલ પાકીટમાં ડ્રાઇવિંગ લાઇસન્સના આધારે તેની ઓળખ થઈ હતી. આ બનાવ અંગે વરનામાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Embed widget