શોધખોળ કરો
Mehsana: વિજાપુરમાં 8 ઈંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, જુઓ તસવીરો
Mehsana: વિજાપુરમાં 8 ઈંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, જુઓ તસવીરો

વિજાપુરમાં જળબંબાકાર
1/6

મહેસાણા: ઉત્તર ગુજરાતના મહેસાણાના વિજાપુરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતાં મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. 8 ઈંચ વરસાદથી વિજાપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
2/6

શહેરના બોમ્બે સોસાયટીમાં ગોઠણસમા પાણી ભરાતા બજારો સજ્જડ બંધ થઇ ગઇ છે. દુકાનો અને રહેણાંક ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા ઘરની ઘરવખરી અને માલને નુકસાન થયું છે.
3/6

વિજાપુરની મનમંદિર સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ છે. કેટલાક ઘરમાં પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત થયું છે.
4/6

વિજાપુરમાં સતત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા કેટલાક રસ્તા બ્લોક થઇ ગયા છે. રોડ રસ્તા જળમગ્ન થઇ જતાં વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
5/6

મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વિસનગરમાં પણ અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે.
6/6

વિસનગર ઉપરાંત વડનગર, ઊંઝામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભાંડુ, વાલમ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તાર પર મેઘો મહેરબાન થતાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published at : 24 Aug 2024 01:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
