શોધખોળ કરો
Heavy rain: ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ, મહેસાણામાં હાઇવે પર ભરાયા પાણી
Heavy rain: ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે મહેસાણા, વિજાપુર, સિદ્ધપુર, પાલનપુરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

મહેસાણામાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી હતી
1/7

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે મહેસાણા, વિજાપુર, સિદ્ધપુર, પાલનપુરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સિદ્ધપુરના કલ્યાણા, મહેસાણાના ગોપી અને ભમરિયા નાળામાં પાણી ભરાયા હતા. મહેસાણા હાઈવેના અંડરપાસમાં પણ જળભરાવ શરૂ થયો હતો.
2/7

મહેસાણામાં ફરી એકવાર ધોધમાર વરસાદ વરસ્યો હતો. મહેસાણા શહેર તથા આસપાસના જોટાણા, મોઢેરા, મોટપ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે મહેસાણા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી. આ તરફ પવન સાથે વરસાદ વરસતો હોવાથી હાઈવે પર વિઝીબીલીટીમાં ઘટાડો થયો અને વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી.
3/7

મહેસાણા હાઈવે પરના શોપિંગ સેન્ટરના ભોયરામાં પાણી ભરાયા હતા. બનાસકાંઠાના થરાદમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાઈવે પર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.
4/7

વિજાપુર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિજાપુરમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. રસ્તાઓ જળમગ્ન થયા હતા.વિજાપુર ગ્રામ્યમાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. વિજાપુરની કેટલીક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે.
5/7

પાટણના ચાણસ્મા તાલુકામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. ચાણસ્મા ઉપરાંત ગ્રામ્યના રણાસણ, ચવેલી, ધાણોધરડા, પીપળ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય પંથકમાં પવન સાથે વરસાદ શરૂ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પવનના કારણે વાવેતર કરાયેલા પાકને નુકસાન થવાની ભીતિ છે.
6/7

ભારે વરસાદના કારણે પાલનપુર-અંબાજી માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. પાલનપુર- અંબાજી માર્ગ પર આવેલા વીરપુર પાટિયા પાસે પાણી ભરાયા હતા. અહીં ત્રણ ફૂટથી વધુ પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
7/7

દોઢ ઈંચ વરસાદમાં પાલનપુરનો મફતપુરા વિસ્તાર બેટમાં ફેરવાયો છે. લોકોના ઘરમાં પાણી ઘૂસતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પાલિકાની કામગીરી સામે નાગરિકોમાં આક્રોશ છે.
Published at : 05 Sep 2024 12:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
