(Source: ECI/ABP News/ABP Majha)
Mehsana Lok Sabha Seat: કોંગ્રેસ બાદ ભાજપના ઉમેદવાર પણ ભુવાજીના શરણે પહોંચ્યા
મહેસાણા ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ શ્રીપાલ સોસાયટીમાં યોજાયેલી ચામુંડા માતાજીની રમેલમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ભુવાજી પર ફૂલોનો વરસાદ કર્યો હતો.
Mehsana News: રાજ્યમાં લોકસભા ચૂંટણી માહોલ જામી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર કાર્યમાં લાગી ગયા છે. આ દરમિયાન મહેસાણામાં કોંગ્રેસ બાદ ભાજપના ઉમેદવાર પણ ભુવાજીના શરણે પહોંચ્યા છે. મહેસાણા ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ શ્રીપાલ સોસાયટીમાં યોજાયેલી ચામુંડા માતાજીની રમેલમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ભુવાજી પર ફૂલોનો વરસાદ કર્યો હતો અને આશીર્વાદ લીધા હતા. આ પહેલા કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર પણ ભુવાના શરણે પહોંચ્યા હતા.
સુરત કૉંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ માન્ય રહેશે કે નહીં તેનો આજે ફેંસલો થશે, ઉલ્લેનિય છે કે, છેલ્લી ઘડીએ કુંભાણીના ડમી ઉમેદવાર સહિત ટેકેદારો ગાયબ થયા છે. ફોર્મમાં સહી કરી જ ન હોવાનું ત્રણેય ટેકેદારો રમેશ પોલરા, જગદીશ સાવલીયા, ધ્રુવિન ધામેલીયા નિવેદન રજૂ કર્યું હતું.ચૂટણી અધિકારી સમક્ષ નિવેદન નોંધાવી ત્રણેય ગાયબ થઇ ગયા હતા. સવારે 11 વાગ્યે કુંભાણી ઉમેદવાર રહેશે કે ઘરે જશે તેનો નિર્ણય થશે. સુરત કલેક્ટર કચેરી પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ પર પણ બેરીકેટ લગાવાયા છે.
કૉંગ્રેસની લીગલ ટીમ હાલ સુરતમાં છે. ચાર પૈકી ત્રણ શખ્સો નિલેશ કુંભાણીના સગા અને નજીકના વ્યક્તિ છે. જગદીશ સાવલિયા નિલેશ કુંભાણીના બનેવી છે. ધ્રુવિન ધામેલિયા નિલેશ કુંભાણીનો ભાણેજ છે, તો રમેશ પોલરા નિલેશ કુંભાણીના ધંધાકીય ભાગીદાર છે.
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી વિવાદમાં મુકાઈ છે. નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભારણીના ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ સહી અમારી નથી. આથી નિલેશ કુંભાણીની ઉમેદવારી જોખમમાં મૂકાઇ છે અને તેમના ફોર્મ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે નિલેશ કુંભારણીએ પોતાના ટેકેદારોનું અપહરણ થયું હોવાની આશંકા પણ વ્યકત કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે નિલેશ કુંભાણીને આજે રવિવાર સુધીનો સમય અપાયો હતો. આજે આ સમગ્ર મામલે સુનાવણી થશે.
ટોચના અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાએ 2024ની ચૂંટણીમાં ભાજપની મોટી જીતની આગાહી કરી છે. તેમણે દાવો કર્યો કે આ વખતે ભાજપ પોતાના દમ પર 330 થી 350 સીટો જીતી શકે છે. એટલું જ નહીં, તે તમિલનાડુ જેવા રાજ્યમાં 5 બેઠકો લાવી શકે છે, જ્યાં તે ખૂબ જ નબળો છે. કોંગ્રેસને કેટલી સીટો મળશે? આ અંગે પણ તેમણે અનુમાન વ્યક્ત કર્યું હતું.