શોધખોળ કરો

મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા: 8 કલાકમાં 500 મીટરમાં બે હિંસક હુમલાથી અરેરાટી

Mehsana News: મહેસાણા શહેરમાં ગુંડાતત્વોનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. માત્ર 8 કલાકના ગાળામાં અને 500 મીટરના અંતરમાં બે જુદી-જુદી હિંસક ઘટનાઓ સામે આવતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મહેસાણા બસ પોર્ટ બહાર પેસેન્જર વિવાદે છરીબાજીમાં એકનું મોત.
  • નાગલપુરમાં ભાવેશ રબારીની ફોર્ચ્યુનર પર અજાણ્યાઓએ ફાયરિંગ કર્યું.
  • પોલીસે ભાવેશની કારમાંથી ગેરકાયદે હથિયારો, કારતૂસ જપ્ત કર્યા.
  • ગેરકાયદે હથિયાર મળતા ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી.

Mehsana News: મહેસાણા શહેરમાં ગુંડાતત્વોનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. માત્ર 8 કલાકના ગાળામાં અને 500 મીટરના અંતરમાં બે જુદી-જુદી હિંસક ઘટનાઓ સામે આવતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સરેઆમ હત્યા અને ફાયરિંગની આ ઘટનાઓએ સામાન્ય નાગરિકોની સુરક્ષા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

 

બપોરે બસ પોર્ટ બહાર પેસેન્જર બેસાડવા મુદ્દે ખૂની ખેલ: એકનું મોત

મહેસાણા મોઢેરા એસટી બસ પોર્ટ બહાર પેસેન્જર બેસાડવા જેવી બાબતે બે ઈકો કાર ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ખૂની ખેલ ખેલાયો હતો. બંને પક્ષના ચાલકોએ એકબીજા પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસક અથડામણમાં સાબિર હુસેન નામના ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ બંને પક્ષના લોકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ મામલે પોલીસે 4 લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો...Jamnagar: લાલપુરમાં ગમખ્વાર અકસ્માત: કાર અને રિક્ષાની ટક્કરમાં 3 શ્રદ્ધાળુઓના મોત, 4 ઘાયલ

રાત્રે નાગલપુર વિસ્તારમાં ફોર્ચ્યુનર પર અંધાધૂંધ ફાયરિંગ

આ હિંસક ઘટનાના ગણતરીના કલાક બાદ નાગલપુર ખાતે આવેલી પકવાન ડાઇનિંગ હોલ સામે સરેઆમ ફાયરિંગની સનસનાટીભરી ઘટના બની હતી. ચાણસ્માના ઝીલીયા ગામના ભાવેશ રબારી ઉર્ફે ભાવેશ ઝીલીયા પોતાની ફોર્ચ્યુનર કાર લઈને જઈ રહ્યા હતા, ત્યારે સફેદ સ્કોર્પિયો કારમાં આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેમની ગાડીને 3 થી 4 વખત જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ સ્કોર્પિયો સવાર શખ્સોએ રિવોલ્વર વડે ભાવેશ ઝીલીયા પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.


મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા: 8 કલાકમાં 500 મીટરમાં બે હિંસક હુમલાથી અરેરાટી

પોલીસે સીસીટીવી આધારે તપાસ તેજ કરી

સરેઆમ ફાયરિંગની જાણ થતાં જ બી-ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હુમલા બાદ ભાવેશ ઝીલીયાએ અજાણ્યા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

તો બીજી તરફ, આ ઘટના બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. પોલીસે ભાવેશ ઝીલીયાની ફોર્ચ્યુનર કારની તપાસ કરતા તેમાંથી એક રિવોલ્વર, 6 જીવતા કારતૂસ અને લાકડાના હાથામાં ફિટ કરેલો છરો મળી આવ્યો હતો. આના પરથી ઘટના સમયે ભાવેશ રબારીએ પણ વળતું ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

ગેરકાયદેસર હથિયારો મળી આવતા આ મામલે ખુદ પોલીસે જ આગળ આવીને મહેસાણા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભાવેશ ઝીલીયા અને તેના સાગરીતો સહિત કુલ 4 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે, જેમાંથી 3 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. હાલમાં બી ડિવિઝન પોલીસ આ સમગ્ર ફાયરિંગ અને હથિયારો સંબંધિત કેસમાં આગળની સઘન તપાસ ચલાવી રહી છે.

Frequently Asked Questions

મહેસાણામાં કઈ બે મુખ્ય હિંસક ઘટનાઓ બની?

મહેસાણામાં 8 કલાકના ગાળામાં બસ પોર્ટ બહાર હત્યા અને નાગલપુરમાં ફોર્ચ્યુનર પર ફાયરિંગ એમ બે જુદી-જુદી હિંસક ઘટનાઓ બની છે.

બસ પોર્ટ બહાર થયેલી ઘટનાનું કારણ શું હતું અને તેનું શું પરિણામ આવ્યું?

પેસેન્જર બેસાડવા બાબતે બે ઈકો કાર ચાલકો વચ્ચેની બોલાચાલી ખૂની હુમલામાં પરિણમી હતી. જેમાં સાબિર હુસેન નામના એક ચાલકનું મોત થયું હતું અને અન્ય ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા.

નાગલપુરમાં થયેલા ફાયરિંગમાં કોની કાર પર હુમલો થયો અને પોલીસને શું મળ્યું?

ચાણસ્માના ભાવેશ રબારી ઉર્ફે ભાવેશ ઝીલીયાની ફોર્ચ્યુનર કાર પર ફાયરિંગ થયું હતું. પોલીસે તેમની કારમાંથી રિવોલ્વર, કારતૂસ અને છરો શોધી કાઢ્યો હતો.

Advertisement

ટોપ સ્ટોરી

PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
Advertisement

વિડિઓઝ

Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
હવે ફૂડ પેકેટ પર સ્પષ્ટ દેખાશે ચેતવણી! ગ્રાહકોના હિતમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
હવે ફૂડ પેકેટ પર સ્પષ્ટ દેખાશે ચેતવણી! ગ્રાહકોના હિતમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ લખ્યો લેખ, વિપક્ષને આપી સલાહ, યુવાનોને પણ આપ્યો ખાસ સંદેશ
બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ લખ્યો લેખ, વિપક્ષને આપી સલાહ, યુવાનોને પણ આપ્યો ખાસ સંદેશ
26/11 Mumbai Attack: મુંબઈ હુમલાની ભયાનક યાદો, એ કાળી રાતે હચમચી ગયું હતું સમગ્ર વિશ્વ
26/11 Mumbai Attack: મુંબઈ હુમલાની ભયાનક યાદો, એ કાળી રાતે હચમચી ગયું હતું સમગ્ર વિશ્વ
Embed widget