નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, પ્રવાસી મજૂરોને આગામી બે મહિના મફત અનાજ અપાશે
હવે મધ્યમ વર્ગ, ખેડૂતો અને ગીરબો માટે આજે 9 જાહેરાતો કરવામાં આવશે. પ્રવાસી મજૂરો માટે ત્રણ નિર્ણય લેવામાં આવ્યા છે.
સીતારમણે કહ્યું કે, પ્રવાસી મજૂરોને આગામી બે મહિના મફત અનાજ અપાશે. રાશન કાર્ડ વગરનાને પાંચ કિલો રાશન અપાશે.
મનરેગાને લઈને નાણામંત્રીએ કહ્યું કે, 14.62 કરોડ કાર્ય દિવસનું કામ 13મી મે 2020 સુધી ઉપલબ્ધ કરાવાયું છે. 10 હજાર કરોડનો ખર્ચ થયો છે. ગયા વર્ષની સરખામણીએ 40થી 50 ટકા વધુ લોકોને કામ અપાયું છે.
મનરેગામાં ગયા વર્ષની સરખામણીએ મજૂરી 185થી વધારીને 202 રૂપિયા કરી દેવામાં આવી છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે, ત્રણ કરોડ નાના ખેડૂતો પહેલા જ ઓછા વ્યાજ દરે ચાર લાખ કરોડ રૂપિયાની લોન લઈ ચૂક્યા છે.
12 હજાર સ્વનિર્ભર જૂથો દ્વારા 3 કરોડ માસ્ક અને 1.20 લાખ લીટર સેનેટાઇઝનું ઉત્પાદન કરાયું. 15 માર્ચ પછી 72 હજાર નવા સ્વર્નિભર જૂથો બનાવાયા.
શહેરી ગરીબો માટે નાણામંત્રીએ જાહેરાત કરી છે. રાજ્યોને એસડીઆરએફમાંથી ખર્ચ કરવાની મંજૂરી અપાઈ. રાજ્યોને 11002 કરોડ રૂપિયા SDRF મજબૂત કરવા કેન્દ્રએ આપ્યા. જેનાથી શેલ્ટર હોમ બનાવાયા અને જ્યાં ત્રણ ટાઇમનું ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ખેડૂતો માટે ઇન્ટરેસ્ટ સબવેંશન સ્કીમને વધારીને 31મી સુધી કરાઈ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ખેડૂતો માટે 86 હજાર કરોડ લોનની મંજૂરી આપવામાં આવી રહી છે. 25 લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડ બનાવાઈ રહ્યા છે.
નાણામંત્રીએ જણાવ્યું કે, 3 કરોડ ખેડૂતોએ 4.22 લાખ કરોડના કૃષિ ઋણ પર ત્રણ મહિના સુધી લોન મોરિટોરિયમનો લાભ લીધો છે. માર્ચ 2020માં નાબાર્ડમાં સહકારી બેંકો અને ગ્રામીણ બેંકોને મદદ માટે રૂપિયા 29 હજાર 500 કરોડ રપિયા સહાયતા માટે અપાયા. રાજ્યોને કૃષિ ઉત્પાદનોની ખરીદી માટે માર્ચ 2020થી અત્યાર સુધીમાં 67 કરોડ રૂપિયા અપાયા.