શોધખોળ કરો
આત્મનિર્ભર ભારત પેકેજ-3 : ખેતીમાં મૂળભૂત માળખું મજબૂત કરવા એક લાખ કરોડ અપાશે
આજના પેકેજમાં ખેડૂતો પર વધુ ભાર આપવામાં આવ્યો છે. ખેડૂત ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોવાનું પણ નાણામંત્રીએ જણાવ્યું હતું. આજે જાહેર થનારા પેકેજમાં 11 મુદ્દા છે.

નવી દિલ્લીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ફરી એકવાર પત્રકાર પરીષદ કરી રહ્યા છે. હાલ તેઓ આર્થિક પેકેજ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે. તેઓ આજે કૃષિ અને પશુપાલન માટેના પેકેજની જાહેરાત કરી રહ્યા છે. આજના પેકેજમાં ખેડૂતો પર વધુ ભાર આપવામાં આવ્યો છે. ખેડૂત ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોવાનું પણ નાણામંત્રીએ જણાવ્યું હતું. આજે જાહેર થનારા પેકેજમાં 11 મુદ્દા છે. UDPDATE : - કેરી, કેસર, હળદર અને મખના માટે ક્લસ્ટર, ક્લસ્ટર માટે 10 હજાર કરોડનો પ્લાન - શાકભાજીના ઉત્પાદકનો સંગ્રહ માટે 50 ટકા સબ્સિડી - યુપીમાં કેરીનું આંતરરાષ્ટ્રીય બ્રાન્ડિંગ - મધમાખી ઉછેર માટે 500 કરોડ, બે લાખ મધમાખી પાલકોને મદદ. - મધમાખીના ઉછેરથી ખેડૂતોને વધારાની આવક થશે. - હર્બલ ખેતી માટે 4 હજાર કરોડ રૂપિયા, ગંગા કિનારે હર્બલ ખેતીનો પ્લાન. 25 લાખ એકર જમીનમાં હર્બલ ખેતીનો પ્લાન. - મત્સ્ય ઉદ્યોગ માટે 20 હજાર કરોડની ફાળવણી, આગામી વર્ષોમાં માછલી ઉત્પાદન બમણું કરવાનો લક્ષ્યાંક. - પાંચ વર્ષમાં 70 લાખ ટન માછલીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક. - દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ માટે 11 હજાર કરોડની ફાળવણી. - મત્સ્ય ઉદ્યોગ ઇન્ફ્રા માટે 9 હજાર કરોડ. - પશુઓની વેક્સીન માટે 13,343 કરોડની ફાળવણી - 53 લાખ પશુપાલકોનો વીમો ઉતરાવાશે. - ડેરી ઇંફ્રા માટે 15 હજાર કરોડ ફાળવાયા. - ડેરીના દેવાના વ્યાજમાં બે ટકાની છૂટ - ડેરી પ્રોડક્ટના પ્લાન્ટ માટે સરકાર મદદ કરશે. - ખેડૂતોની આવક વધારવા પ્રયત્ન કરી રહી છે કેન્દ્ર સરકાર - સ્ટોરેજના અભાવે ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે. કૃષિ સેક્ટર માટે એક લાખ કરોડ આપવામાં આવ્યા છે. આ રૂપિયાની કોલ્ડ સ્ટોરેજ વગેરે બનાવાશે. - પાક વીમા હેઠળ ખેડૂતોને 6400 કરોડનો લાભ અપાયો - બે કરોડ ખેડૂતોને 5 હજાર કરોડ રૂપિયાનો લાભ મળ્યો - બે મહિનામાં ખેડૂતોની માટે ઘણાં પગલા ભરાયા - કિસાન ક્રેડિટ કાર્ડ માટે બે લાખ કરોડ રૂપિયા. - પીએમ કિસાન ફંડ અંતર્ગત ખેડૂતોને 18,700 કરોડ આપ્યા છે. - બે કરોડ ખેડૂતોને વ્યાજમાં સબ્સિડી આપવામાં આવી. - એમએસપી માટે 74, 300 કરોડની ફાળવણી કરવામાં આવી છે. - નાણામંત્રીએ જણાવ્યું કે, આજે હું 11 જાહેરાત કરીશ. જેમાંથી 8 મૂળભૂત માળખું મજૂબત કરવા, તેની ક્ષમતા વધારા અને સારા લોજિસ્ટિક નિર્માણ સંબંધિત હશે. જ્યારે બાકીની 3 પ્રશાસનિક સુધારા સંબંધિત હશે. - ભારતના ખેડૂતોએ હંમેશા વિપરીત પરિસ્થિતિમાં પોતાની ક્ષમતા બતાવી છે. ભારત દૂધ ઉત્પાનમાં નંબર વન છે. શેરડી-કપાસ સહિત કેટલાય ઉત્પાદનોમાં સૌથી મોટો ઉત્પાદક છે. પહેલા બે દિવસ તેમણે એમએસએમઈ અને પ્રવાસી મજૂરો અંગે જાહેરાત કરી હતી. તેમણે ગુરુવારે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, 8 કરોડ પ્રવાસી મજૂરોને મફતમાં અનાજ અપાશે. અનાજ વિતરણ પર 3500 કરોડ રૂપિયા ખર્ચે કરાશે. આવનારા ત્રણ મહિનામાં એક દેશ એક રાશ કાર્ડ સુવિધા હશે. 50 લાખ સ્ટ્રીટ વેંડર્સને 5 હજાર કરોડની મદદ કરાશે.
વધુ વાંચો





















