(Source: ECI/ABP News/ABP Majha)
મોદી દેશમાં 1 ડીસેમ્બરથી લોકડાઉન લાદશે એવા ABP Newsના નામે ફરતા થયેલા સમાચાર ખોટા, વાંચો ABP Newsની સ્પષ્ટતા
ABP News દ્વારા આ પ્રકારના કોઈ પણ સમાચાર અપાયા નથી. ABP Newsના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ સ્પષ્ટતા કરાઈ છે. આ પ્રકારના ફેક અને ભ્રામક સમાચારોથી દોરવાઈ જવાના બદલે abalive.comનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરીને આ પ્લેટફોર્મ્સ પરથી અપાતા સમાચારો પર જ વિશ્વાસ કરવા અપીલ છે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના વધી રહેલા કેસોના પગલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ફરી લોકડાઉન લાદવાની તૈયારીમાં હોવાના ફેક ન્યુઝ ABP Newsના નામે ફરતા થયા છે. ABP News દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, ABP News દ્વારા આ પ્રકારના કોઈ પણ સમાચાર અપાયા નથી. ABP Newsના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ સ્પષ્ટતા કરાઈ છે. આ પ્રકારના ફેક અને ભ્રામક સમાચારોથી દોરવાઈ જવાના બદલે abalive.comનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરીને આ પ્લેટફોર્મ્સ પરથી અપાતા સમાચારો પર જ વિશ્વાસ કરવા અપીલ છે.
ABP Newsના નામે ફરતા થયેલા આ ફેક ન્યુઝમાં દાવો કરાયો છે કે, દેશમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી લોકડાઉન લાદશે. આ વખતે લોકડાઉનમાં કોઈ છૂટછાટ નહીં અપાય અને 1 ડીસેમ્બરથી આ લોકડાઉનનો અમલ થશે એવા સમાચાર વહેતા કરાયા હતા પણ આ સમાચાર તદ્દન ખોટા છે અને એબીપી ન્યુઝ દ્વારા આ પ્રકારના કોઈ સમાચાર નથી અપાયા.
ABP न्यूज़ के नाम से वायरल हो रहा ये ट्वीट फर्जी है. ऐसी भ्रामक खबरों से सावधान रहें. विश्वसनीय खबरों के लिए https://t.co/p8nVQWGCTx के सोशल मीडिया प्लेटफॉर्म्स को फॉलो करें. 👇 Twitter:- https://t.co/wJdLeBxbr4 Facebook:- https://t.co/dqm5PPSsrR YouTube:- https://t.co/eDbQIAdS06 pic.twitter.com/1EGTMVeSdj
— ABP News (@ABPNews) November 12, 2020