શોધખોળ કરો

NPCIએ 'Paytm' પર લીધો મોટો નિર્ણય, પેટીએમ એપ પર ચાલુ રહેશે UPI સેવા, SBI સહિત 4 બેન્કો સાથે થયો કરાર

Paytm TPAP: NPCIએ માહિતી આપી છે કે, જેમાં ચાર બેંકો જેમાં એક્સિસ બેંક, HDFC બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યસ બેંકનો સમાવેશ થાય છે તે OCL માટે PSP (પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર) બેંક તરીકે કામ કરશે.

Paytm TPAP:હવે UPI સેવા ભારતની ફિનટેક કંપની Paytm પર સતત ચાલુ રહેશે. આજે એટલે કે 14 માર્ચે, તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) તરફથી થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર (TPAP) માટે જરૂરી લાઇસન્સ પ્રાપ્ત થયું છે.

Axis Bank, HDFC બેંક, SBI અને યસ બેંક Paytm માટે પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર (PSP) બેંક તરીકે કામ કરશે.                                                                                                                     

યસ બેંક પેટીએમના વેપારી ખાતાઓ સાથે વ્યવહાર કરશે

NPCIએ કહ્યું છે કે, આવનારા સમયમાં નવા વેપારીઓ અને જૂના વેપારીઓ કે જેઓ પહેલાથી @paytm UPI હેન્ડલનો ઉપયોગ કરી રહ્યાં છે તેમના ખાતા હવે Paytm પેમેન્ટ્સ બેંકને બદલે યસ બેંકમાં જશે.

Paytm પર અન્ય એકાઉન્ટ્સ વિશે શું?

NPCI એ Paytm ને @paytm હેન્ડલ સાથેના તમામ UPI એકાઉન્ટને શક્ય તેટલી વહેલી તકે તે ચાર બેંકોમાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો છે. Paytm શક્ય હોય ત્યાં સુધી તેના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ આ ખાતાઓને 4 ચુકવણી સેવા પ્રદાતા બેંકોમાં સ્થાનાંતરિત કરશે.

RBIની સૂચના બાદ NPCIએ મંજૂરી આપી હતી

તમને જણાવી દઈએ કે તાજેતરમાં 23 ફેબ્રુઆરીના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ NPCIને Paytmની UPI સેવાઓ ચાલુ રાખવા માટે Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશનની અનુરોધની  તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

RBIએ તે સમયે કહ્યું હતું કે Paytmનું UPI હેન્ડલ એટલે કે @paytm (વર્ચ્યુઅલ એડ્રેસ ફોર પેમેન્ટ અથવા VPA) Paytm પેમેન્ટ્સ બેંકને બદલે કેટલીક પસંદગીની બેંકોને સોંપવામાં આવે જેથી પેમેન્ટ સેવાઓમાં કોઈ સમસ્યા ન આવે. હવે, જ્યારે NPCIને મંજૂરી મળી ગઈ છે, ત્યારે રસ્તો સાફ થઈ ગયો છે કે હવે આ ચાર બેંકો Paytm માટે ચુકવણી સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખશે અને ગ્રાહકો અને વેપારીઓ UPIનો લાભ મેળવતા રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget