ઓડિશાના આરોગ્ય મંત્રી Naba Kishor Das પર ફાયરિંગ, છાતીમાં વાગી ગોળી, હોસ્પિટલમાં દાખલ
Naba Kishor Das: ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી પર જીવલેણ હુમલો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલામાં તેઓને છાતીમાં ગોળી વાગી હતી. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
Odisha Crime: ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબ કુમાર દાસ પર જીવલેણ હુમલો થયો છે. તેઓને ગોળી વાગી હતી જેમાં તેઓ ઘાયલ થયા છે. હાલ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના રવિવારે બપોરે લગભગ 12.30 વાગ્યે ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગર વિસ્તારમાં બની હતી. સૂત્રોને ટાંકીને સમાચાર મળી રહ્યા છે કે સુરક્ષાકર્મીએ જ તેમના પર ગોળીબાર કર્યો હતો. ગોળી મારનાર હુમલાખોર પોલીસકર્મી હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર નબ દાસ કારમાંથી નીચે ઉતરતાની સાથે જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. નબ કિશોર દાસને ખૂબ જ નજીકથી ગોળી મારવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર તેઓને છાતીમાં 4-5 ગોળીઓ વાગી છે.મહત્વપૂર્ણ બાબત છે કે ASI પર નબ કિશોર દાસ પર ફાયરિંગ કરવાનો આરોપ છે.
ઝારસાગુડા બેઠક પરથી સતત ત્રીજી વખત ધારાસભ્ય
નબ કિશોર દાસે 2004માં પહેલીવાર કોંગ્રેસની ટિકિટ પર ઓડિશાની ઝારસાગુડા બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેઓ પહેલીવાર ચૂંટણી હારી ગયા. આ પછી ફરી વર્ષ 2009માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા. વર્ષ 2014માં પણ કોંગ્રેસમાંથી જીત્યા હતા. વર્ષ 2019ની ચૂંટણીમાં તેઓ આ બેઠક પરથી સતત ત્રીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. નબ કિશોર દાસને પ્રદેશના પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે.
Odisha Health Minister Naba Das brought to a local hospital after being shot at by some unidentified assailants near Brajarajnagar in Jharsuguda district.
— ANI (@ANI) January 29, 2023
Details awaited pic.twitter.com/jUkyjWZwm4
વિધાનસભા સત્ર દરમિયાન પોર્ન જોતા પકડાયા હતા
નબ કિશોર દાસ વર્ષ 2015માં વિધાનસભા સત્ર દરમિયાન પોર્ન જોતા પકડાયા હતા. આ પછી તત્કાલીન વિધાનસભા અધ્યક્ષ નિરંજન પૂજારીએ તેમને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. આ કેસમાં નબ કિશોરે કહ્યું હતું કે મેં મારા જીવનમાં આજ સુધી કોઈ એડલ્ટ વીડિયો જોયો નથી. ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે ભૂલથી આ બન્યું. મને ખબર પડતાં જ મેં તે જ સમયે અટકાવી દીધો હતો.
શનિ શિંગણાપુરમાં એક કરોડનું સોનું કર્યું હતું દાન
નેતા નબ દાસ તાજેતરમાં ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે મહારાષ્ટ્રના એક મંદિરમાં એક કરોડ રૂપિયાથી વધુની કિંમતનો સોનાનો કલશ દાન કર્યો હતો. મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરમાં નબ દાસે 1.7 કિલો સોના અને 5 કિલો ચાંદીથી બનેલા કલશનું દાન કર્યું હતું.