શોધખોળ કરો
PM મોદી રામ જન્મભૂમિનો પ્રવાસ કરનાર પહેલા પ્રધાનમંત્રી, કોણે કર્યો આ દાવો? જાણો વિગત
યુપી સરકારે કહ્યું છે કે, પીએમ મોદી રામ જન્મભૂમિનો પ્રવાસ કરનાર પહેલા વડાપ્રધાન છે. સરકારે કહ્યું કે, પહેલા પીએમ છે, જે કોઈ દેશની સાંસ્કૃતિક વારસાને રજૂ કરનારા મંદિર નિર્માણની આગેવાની કરી રહ્યા છે.
![PM મોદી રામ જન્મભૂમિનો પ્રવાસ કરનાર પહેલા પ્રધાનમંત્રી, કોણે કર્યો આ દાવો? જાણો વિગત PM Narndra Modi first prime minister he visit Ramjanambhoomi of Ayodhya : UP govt PM મોદી રામ જન્મભૂમિનો પ્રવાસ કરનાર પહેલા પ્રધાનમંત્રી, કોણે કર્યો આ દાવો? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/04170527/modi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
લખનઉઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યામાં રામ મંદિરનનું ભૂમિ પૂજન કરવાના છે. ભૂમિ પૂજન માટે તમામ તૈયારી થઈ ગઈ છે. એટલું જ નહીં, વડાપ્રધાનનો કાફલો અયોધ્યા પહોંચી ચૂક્યો છે અને થોડીવારમાં મોદી પણ પહોંચી છે. આ બધાની વચ્ચે યુપી સરકારે કહ્યું છે કે, પીએમ મોદી રામ જન્મભૂમિનો પ્રવાસ કરનાર પહેલા વડાપ્રધાન છે. સરકારે કહ્યું કે, પહેલા પીએમ છે, જે કોઈ દેશની સાંસ્કૃતિક વારસાને રજૂ કરનારા મંદિર નિર્માણની આગેવાની કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકલ્પ લીધો હતો કે, તેઓ અયોધ્યા ત્યારે જ જાશે, જ્યારે રામ મંદિરનું નિર્માણ થશે અને આજે આ જ ઐતિહાસિક દિવસ છે. પૂરી અયોધ્યા નગરી રામ રંગમાં રંગાઇ ગઈ છે. રામ મંદિરના ભૂમિ પૂજન પહેલા નરેન્દ્ર મોદી આજે હનુમાનગઢી મંદિરના દર્શને કરશે. હનુમાન ગઢી મંદિર પરિસરમાં છે અને મંદિર બહાર મોટી સંખ્યામાં સુરક્ષા દળ તૈનાત છે. હનુમાન ગઢી મંદિરમાં સેનેટાઇઝેશનું કામ કરાઇ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
ગેજેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)