શોધખોળ કરો

PM Talk With King Charles : PM મોદીની બ્રિટનના રાજા સાથે આ મુદ્દાઓ પર વાત કરી, જાણો આખી વાતચીત

PM Modiએ બ્રિટનના રાજા ચાર્લ્સ સાથે ફોન પર વાત કરી. બંને નેતાઓએ કોમનવેલ્થ ઓફ નેશન્સ પર મંતવ્યો રજુ કર્યા સાથે જ તેની કામગીરીને કઈ રીતે વધુ મજબૂત બનાવવી તેની પર પણ  વિચારણા કરી હતી.

PM Modiએ બ્રિટનના રાજા ચાર્લ્સ સાથે ફોન પર વાત કરી. બંને નેતાઓએ કોમનવેલ્થ ઓફ નેશન્સ પર મંતવ્યો રજુ કર્યા સાથે જ તેની કામગીરીને કઈ રીતે વધુ મજબૂત બનાવવી તેની પર પણ  વિચારણા કરી હતી.

PM Modi Conversation With King Charles: વડાપ્રધાન મોદીએ મંગળવારના રોજ બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતીય સાથે ટેલીફોનીક વાતચીત કરી અને ભારતની અધ્યક્ષતામાં યોજાનાર G - 20ની પ્રાથમિકતાઓથી તેમને માહિતગાર કર્યા. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. બ્રિટનની રાણી એલિઝાબેથ II ના મૃત્યુ પછી, ચાર્લ્સ III તેમના ઉત્તરાધિકારી બન્યા. આ પછી ચાર્લ્સ ત્રીજા સાથે વડાપ્રધાન મોદીની આ પહેલી વાતચીત હતી.

પીએમઓ અનુસાર, પીએમ મોદીએ તેમને સફળ શાસન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પીએમઓએ જણાવ્યું હતું કે આ વાતચીત દરમિયાન પરસ્પર હિતના ઘણા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આબોહવા ક્રિયા, જૈવવિવિધતાનું સંરક્ષણ, ઉર્જા-સંક્રમણ માટે ધિરાણ માટેના નવીન ઉકેલો વગેરેનો સમાવેશ થાય છે. વડાપ્રધાને આ મુદ્દાઓ પર તેમની રુચિ અને હિમાયત માટે ચાર્લ્સ III ની પણ પ્રશંસા પણ કરી હતી.

G-20 પર પણ વાતચીત થઈ 

વડાપ્રધાન મોદીએ તેમને G-20 અધ્યક્ષપદ માટે ભારતની પ્રાથમિકતાઓ વિશે જાણકારી આપી, આ સાથે જ તેમને જેમાં ડિજિટલ સાર્વજનિક વસ્તુઓઓના પ્રમોશનની પણ વાત કરી. પીએમઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને તેમને પર્યાવરણ માટે મિશન Life- પર્યાવરણની સુસંગતતા વિશે પણ માહિતગાર કર્યા હતા, જેના માધ્યમ દ્વારા ભારત પર્યાવરણીય રીતે ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માંગે છે.

મિશન જીવન-પર્યાવરણ શું છે?

તે એક પાંચ વર્ષનો કાર્યક્રમ છે જેની કલ્પના ભારતના નેતૃત્વમાં વૈશ્વિક જન આંદોલન તરીકે કરવામાં આવી છે. પર્યાવરણના રક્ષણ અને જાળવણી માટે આ કાર્યક્રમ દ્વારા વ્યક્તિગત અને સામૂહિક પગલાંને પ્રોત્સાહન આપવામાં આવશે. નવેમ્બર 2021 માં ગ્લાસગોમાં COP26માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની રજૂઆત કરી હતી.

PMOએ બીજું શું કહ્યું?

પીએમઓ અનુસાર, બંને નેતાઓએ કોમનવેલ્થ ઓફ નેશન્સ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું અને તેની કામગીરીને વધુ મજબૂત બનાવવાની રીતો પર પણ ચર્ચા કરી. "તેમણે બંને દેશો વચ્ચે 'જીવંત પુલ' તરીકે સેવા આપવા અને દ્વિપક્ષીય સંબંધોને સમૃદ્ધ બનાવવામાં બ્રિટનમાં ભારતીય સમુદાયની ભૂમિકાની પણ પ્રશંસા કરી.

એલિઝાબેથના મૃત્યુ પછી રાજા ચાર્લ્સ રાજા બને છે

જણાવી દઈએ કે ચાર્લ્સ III ને તેમની માતા રાણી એલિઝાબેથ II ના મૃત્યુ પછી સપ્ટેમ્બરમાં ઔપચારિક રીતે બ્રિટનના નવા રાજા જાહેર કરવામાં આવ્યા હતા. લંડનમાં બહાર પાડવામાં આવેલી તેમની પ્રથમ નવા વર્ષની સન્માન સૂચિમાં, કિંગ ચાર્લ્સે COP26 સમિટમાં ક્લાયમેટ ચેન્જનો સામનો કરવા માટે તેમના યોગદાન બદલ ભારતીય મૂળના ભૂતપૂર્વ યુકે પ્રધાન આલોક શર્માને નાઈટનો ખિતાબ આપ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Embed widget