Karnataka Election Result: સાંજે 5:30 વાગ્યે CLP મીટિંગ, કોંગ્રેસ MLA પસંદ કરશે કર્ણાટકના આગામી સીએમ, ડીકે શિવકુમારના સમર્થનમાં લાગ્યા પોસ્ટર
Karnataka Election Results 2023: કર્ણાટકમાં ધારાસભ્ય દળની બેઠક પહેલા કોંગ્રેસમાં સીએમ પદ માટેની લડાઈ તેજ થઈ ગઈ છે. ડીકે શિવકુમારના સમર્થકોએ પોસ્ટર લગાવ્યા છે.
Karnataka Election Results 2023: કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની એકતરફી જીત બાદ રવિવારે(14 મે) સાંજે 5.30 વાગ્યે કોંગ્રેસ ધારાસભ્ય પક્ષ (CLP)ની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં ધારાસભ્ય રાજ્યના આગામી સીએમના નામ પર મહોર લગાવશે. આ સાથે જ પાર્ટીમાં ફરી એકવાર સીએમ પદની લડાઈ તેજ થઈ ગઈ છે. ધારાસભ્ય દળની બેઠક પહેલા ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
हमारी 6 बजे कांग्रेस विधायक दल (CLP) की बैठक होगी जिसमें AICC के अध्यक्ष और महासचिव राय लेंगे और मुख्यमंत्री का चुनाव करेंगे। हर पार्टी में किसी न किसी की कुछ महत्वाकांक्षाएं होंती हैं लेकिन सिर्फ एक ही मुख्यमंत्री होगा जिसका चुनाव हमारे विधायक और हाई कमान करेगा (सिद्धारमैया और… pic.twitter.com/R4M73I9c5B
— ANI_HindiNews (@AHindinews) May 14, 2023
#WATCH | Karnataka Congress President DK Shivakumar's supporters put up a poster outside his residence in Bengaluru, demanding DK Shivakumar to be declared as "CM" of the state. pic.twitter.com/N6hFXSntJy
— ANI (@ANI) May 14, 2023
ડીકે શિવકુમારના સમર્થકો દ્વારા બેંગલુરુમાં તેમના ઘરની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં શિવકુમારને રાજ્યના સીએમ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. શનિવારે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસે 135 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. 224 સભ્યોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે 113 સભ્યોની જરૂર છે.
ડીકે શિવકુમાર તેમના ગુરુને મળશે
ધારાસભ્ય દળની બેઠક પહેલા કર્ણાટકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર તેમના ગુરુને મળવા જશે. તેમણે કહ્યું, હું મારા આધ્યાત્મિક ગુરુ અજજ્યને મળવા નોનાવિંકરે જઈ રહ્યો છું. મેં કહ્યું હતું કે અમે 136 સીટો જીતીશું.
कर्नाटक: कांग्रेस के वरिष्ठ नेता सिद्धारमैया के समर्थकों ने बेंगलुरु में सिद्धारमैया के आवास के बाहर एक पोस्टर लगाया, जिसमें उन्हें 'कर्नाटक का अगला मुख्यमंत्री' बताया। pic.twitter.com/UBoY6tXRYN
— ANI_HindiNews (@AHindinews) May 14, 2023
સિદ્ધારમૈયાના સમર્થકોમાં ઉત્સાહ
માત્ર ડીકે શિવકુમાર જ નહીં, સિદ્ધારમૈયાના સમર્થકો પણ ઉત્સાહિત છે. રાજ્યમાં વિશાળ જનસમુદાય ધરાવતા સિદ્ધારમૈયાની ગણતરી સીએમ પદના પ્રબળ દાવેદારોમાં કરવામાં આવી રહી છે. તેઓ અગાઉ 2013 થી 2018 સુધી રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ફરી એકવાર પૂર્ણ બહુમતી મેળવ્યા બાદ સિદ્ધારમૈયાના સમર્થકો તેમને સીએમ બનવાની અપેક્ષા રાખી રહ્યા છે. રવિવારે સવારે પણ સમર્થકો બેંગલુરુમાં તેમના ઘરની બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.