શોધખોળ કરો

સંજય રાઉતે ડેપ્યુટી સીએમ ફડણવીસ પર સાધ્યું નિશાન, કહ્યું- 'લાંબો સમય નહી ટકે એકનાથ શિંદેની સરકાર’

Devendra Fadnavis: મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણનીસે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે કેવી રીતે તેમણે અજિત પવાર સાથે 2019માં સરકાર બનાવી. આ દરમિયાન તેમણે શરદ પવાર પર આરોપ લગાવ્યા.

Devendra Fadnavis On Sharad Pawar: દેવેન્દ્ર ફડણવીસના શરદ પવાર અંગેના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. હવે શિવસેના (ઉદ્ધવ ઠાકરે) નેતા સંજય રાઉતે ફડણવીસ પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે તેમનો પ્રયોગ 2019માં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયો જ્યારે તેમણે NCP નેતા અજિત પવાર સાથે ભાજપની આગેવાની હેઠળ સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો. રાઉતે કહ્યું કે લોકો દેવેન્દ્ર ફડણવીસને ગંભીરતાથી લેતા નથી અને તેમની ગઠબંધન સરકાર માત્ર ત્રણ દિવસ જ ચાલી શકે છે. આ દરમિયાન સંજય રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે શિંદે-ભાજપ સરકાર લાંબો સમય નહીં ચાલે.

ફડણવીસે શરદ પવાર પર લગાવ્યા આરોપ

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડનીસે એક ઇન્ટરવ્યુ દરમિયાન મહારાષ્ટ્રમાં શપથ કૌભાંડનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે અજિત પવાર સાથે સવારે લગભગ 6 વાગ્યે રાજભવનમાં શપથ લીધા હતા. ઈન્ટરવ્યુમાં ફડણવીસે દાવો કર્યો હતો કે એનસીપીના વડા શરદ પવાર આ ગઠબંધન માટે સંમત થયા હતા, ત્યારબાદ સરકાર બનાવવાની તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ જ્યારે સમય આવ્યો ત્યારે પવાર પીછેહઠ કરી અને બેવડી રમત રમી.

સંજય રાઉતનો જવાબ

ફડણવીસના આરોપોનો જવાબ આપતા સંજય રાઉતે કહ્યું કે શરદ પવારે પણ કંઇ કર્યું હોય તો ઠીક છે. આમાં કંઈ નવું નથી. વાત એ છે કે તમે પ્રયોગ કર્યો અને તે નિષ્ફળ સાબિત થયો. સત્ય એ છે કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ સાથે મળીને સરકાર બનાવી અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા, આ ગઠબંધનને પવારનું સંપૂર્ણ સમર્થન હતું. આ દરમિયાન સંજય રાઉતે કહ્યું કે એકનાથ શિંદે સાથેની વર્તમાન સરકાર લાંબો સમય નહીં ચાલે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેમની સરકાર પડી જશે.

મહારાષ્ટ્રની શપથવિધિમાં શું થયું હતું?

તમને જણાવી દઈએ કે 2019માં મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ શિવસેનાએ બીજેપી સાથે જવાનો ઈન્કાર કરી દીધો હતો, ત્યારબાદ નવા ગઠબંધનની વાત શરૂ થઈ હતી. જ્યારે કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવવા માટે વાતચીત ચાલી રહી હતી, ત્યારે અચાનક એક તસવીર સામે આવી હતી... જેમાં દેવેન્દ્ર ફડણવીસ સીએમ અને એનસીપી નેતા અજિત પવાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેતા જોવા મળ્યા હતા. આ તસવીરે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. જો કે, શરદ પવારના કહેવા પર આખી રમત પલટાઈ ગઈ અને લગભગ 80 કલાક પછી આ જોડાણ તૂટી ગયું. હવે દેવેન્દ્ર ફડણવીસે પોતાના ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો,  વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય
Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો, વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય
આવતીકાલે ધોરણ-10નું પરિણામ, આ નંબર કરી લો સેવ, માત્ર એક મેસેજથી જાણી શકાશે રિઝલ્ટ
આવતીકાલે ધોરણ-10નું પરિણામ, આ નંબર કરી લો સેવ, માત્ર એક મેસેજથી જાણી શકાશે રિઝલ્ટ
એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આવતી કાલથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, જાણો ક્યા જિલ્લામાં થશે અસર
એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આવતી કાલથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, જાણો ક્યા જિલ્લામાં થશે અસર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

IFFCO | જીત બાદ જયેશ રાદડિયાએ લીધા દિલીપ સાંઘાણીના આશીર્વાદ, જુઓ વીડિયોCricket Satta Case | અમદાવાદ અને સુરતની 15 જેટલી આંગડિયા પેઢીઓ શંકાના દાયરામાં, જુઓ રિપોર્ટGujarat Weather Updates | ત્રણ દિવસ બાદ રાજ્યના આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહીGujarat Updates | રાજ્યભરની આંગડિયા પેઢીઓમાં ફફડાટ, CIDએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો,  વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય
Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો, વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય
આવતીકાલે ધોરણ-10નું પરિણામ, આ નંબર કરી લો સેવ, માત્ર એક મેસેજથી જાણી શકાશે રિઝલ્ટ
આવતીકાલે ધોરણ-10નું પરિણામ, આ નંબર કરી લો સેવ, માત્ર એક મેસેજથી જાણી શકાશે રિઝલ્ટ
એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આવતી કાલથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, જાણો ક્યા જિલ્લામાં થશે અસર
એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આવતી કાલથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, જાણો ક્યા જિલ્લામાં થશે અસર
આકરી ગરમી વચ્ચે અચાનક હવામાનમાં પલટો, ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક પડશે કરા, જાણો હવામાન વિભાગની આગાહી
આકરી ગરમી વચ્ચે અચાનક હવામાનમાં પલટો, ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક પડશે કરા, જાણો હવામાન વિભાગની આગાહી
બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા, પ્રથમ તસવીર અને વીડિયો આવ્યો સામે, જુઓ
બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા, પ્રથમ તસવીર અને વીડિયો આવ્યો સામે, જુઓ
હવે આ બેંકોમાંથી 20,000 રૂપિયાથી વધુની રોકડ લોન નહીં મળે, RBIએ આપી કડક સૂચના!
હવે આ બેંકોમાંથી 20,000 રૂપિયાથી વધુની રોકડ લોન નહીં મળે, RBIએ આપી કડક સૂચના!
શું એક સાથે માંદગીની રજા લેવા પર કંપની નોકરીમાંથી કાઢી શકે? જાણો શું છે નિયમો
શું એક સાથે માંદગીની રજા લેવા પર કંપની નોકરીમાંથી કાઢી શકે? જાણો શું છે નિયમો
Embed widget