Rajkot: ગોંડલમાં એક યુવતીએ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા, બે મહિનાનો હતો ગર્ભ
રાજકોટના ગોંડલમાં એક યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી
રાજકોટના ગોંડલમાં એક યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, રાજકોટના ગોંડલના સિંધાવદર ગામમાં એક યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. 24 વર્ષીય જલ્પા ચાવડા નામની યુવતીએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મૃતક યુવતીને બે માસનો ગર્ભ હોવાની જાણકારી મળી રહી છે. ઘટનાની જાણ થતા ગોંડલ મામલતદાર એચ.વી.ચાવડા અને તાલુકા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ શરૂ કરી હતી.
એક દિવસ અગાઉ રાજકોટના મવડી વિસ્તારમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. શનેશ્વર રેસીડેન્સી સામે આવેલા અવાવરૂ કૂવામાંથી અજાણ્યા પુરૂષની કોહવાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું આ મૃતદેહ 35 થી 40 વર્ષના યુવકનો છે. યુવકના હાથમાં શ્રી રામ લખેલું છે અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલી હતી. તાલુકા પોલીસે યુવકની હત્યા કરાઈ છે કે યુવકે આત્મહત્યા કરી છે તે અંગે તપાસ હાથ ધરી હતી.
રાજકોટમાં તાજેતરમાં જ લવ જેહાદની ઘટના બની હતી. શહેરમાં ક્રિકેટ કોચિંગ ક્લાસ ચલાવતા વિધર્મી યુવકે કોલેજની યુવતીને પોતાના પ્રેમમાં ફસાવીને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. પરિવારે કહ્યું કે તેમની દીકરી 26 જૂનથી ગુમ છે. આ મામલે પીડિતાના પરિવારે કોલેજના સંચાલકનો સંપર્ક કર્યો હતો. અને બાદમાં પોલીસ કમિશનરને આ મામલે ફરિયાદ કરી હતી. પોલીસે લવ જેહાદના કેસની તપાસ શરૂ કરી હતી.
તળાજા પંથકનો પરીવાર છેલ્લા કેટલાય સમયથી રાજકોટમાં રહેતો હતો. પરિવારે કહ્યું કે તેમની દીકરી મહેબૂબના કહેવાથી ઘરમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી તેને આપતી હતી. પરિવારે કહ્યું કે મહેબૂબ તેમને ધમકી આપતો હતો કે તારી છોકરી 17 વર્ષ ની હતી ત્યારથી દુષ્કર્મ કરું છું તમારા થી થાય તે કરી લો.
પીડિતાના પરિવારજનોનો આરોપ છે કે મહેબૂબ બુખારીએ તેમની પુત્રીને ફસાવી છે. એટલું જ નહી તેનું નામ બદલીને નાઝનીન કરી નાખ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. મહેબૂબ બુખારી નામના વિધર્મી યુવકે કુંડલીયા કોલેજની એક વિદ્યાર્થીને ચાર વર્ષ પૂર્વ પ્રેમમાં ફસાવી હતી અને દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ નોંધાઇ હતી.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial