(Source: ECI/ABP News/ABP Majha)
Accident: જેતપુર રોડ પર બોલેરોનો દરવાજો ખુલ્લી જતાં ભયંકર અકસ્માત, મહિલાનું મૃત્યુ
રાજકોટ જિલ્લાના જેતપુરમા રોડ અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ થયું છે જ્યારે 5 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. પરિવાર કેશોદના પાળોદરથી રાજકોટ બોલેરામાં જતો હતો આ સમયે રસ્તા અકસ્માત નડ્યો
Accident:રાજકોટ જિલ્લાના જેતપુરમા રોડ અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ થયું છે જ્યારે 5 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. પરિવાર કેશોદના પાળોદરથી રાજકોટ બોલેરામાં જતો હતો આ સમયે રસ્તા અકસ્માત નડ્યો
રાજકોટ જિલ્લાના જેતપુરમા રોડ અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ થયું છે જ્યારે 5 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. પરિવાર કેશોદના પાળોદરથી રાજકોટ બોલેરામાં જતો હતો આ સમયે રસ્તા અકસ્માત નડ્યો, પરિવાર સગાઇ કરવા માટે જતો હતો. આ સમયે રસ્તામાં અચાનક જ બોલેરોનો દરવાજો ખુલ્લી જતાં બોલેરોમાં સવાર લોકો નીચે પટકાયા હતા. જેતપુર ચોકડી પાસે સમગ્ર ઘટના બની હતી. અકસ્માતમાં ધાની બેન પ્રવીણ ભાઈ રાવલિયા નામની મહિલાનું મોત થયું હતું જ્યારે 5 વ્યક્તિને ઇજા પહોંચી છે, ઇજાગ્રસ્તને તાબડતોબ જેતુપર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
Crime News: રાજકોટના કોઠારિયા રોડ પર સ્કૂલવાનના ડ્રાઇવરની હત્યા, 8 શખ્સોએ કર્યો હતો હુમલો
Murder :રાજકોટના કોઠારિયા રોડ પર આવેલ સોમનાથ સોસાયટીમાં સ્કૂલવાન ચલાવતા યુવકની હત્યા કરી દેવાઇ છે. હુમલાવરો લાકડી અને છરી લઇને આવ્યા હતા અને ઢોરમાર માર્યા બાદ તેની હિરેન જાદવ નામના શખ્સની હત્યા કરી દેવાઇ
રાજકોટના કોઠારિયા રોડ પર સોમનાથ સોસાયટી નજીક સ્કૂલ વાન ચલાવતા એક યુવકની હત્યા કરી દેવાઇ છે. મૃતકનું નામ હિરેન નરેન્દ્રભાઇ જાદવ હોવાનું સામે આવ્યું છે. યુવક પર અંદાજીત 7 થી 8 લોકોએ હુમલો કર્યો હતો. હુમલાવરો છરી અને ધોકા લઇને પહોંચ્યા હત્યા અને યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આજીડેમ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે બંને પક્ષે સામેસામી ફરિયાદ કરી છે. હત્યા ક્યા કારણોસર કરી દેવાઇ તે કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
Chinese String Death: રાજ્યમાં એક જ દિવસમાં સંક્રાંતિ પર ચાઇનીઝ દોરીથી ત્રણનાં મોત
Chinese String Death:મકર સંક્રાંતિનો તહેવાર ત્રણ પરિવાર માટે કાળમુખો બની ગયો. ત્રણેય પરિવારના સભ્યનો ચાઇનીઝ દોરીના કારણે જીવ ગયો. ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના ચાઇનીઝ દોરીના કારણે મોત થયા છે.
વડોદરામાં પતંગની દોરીના કારણે યુવકનો અકસ્માત થયો હતો. પતંગની દોરી ગળામાં આવતા યુવકનો અકસ્માત થયો હતો અને ઘટના સ્થળે જ મોત થયું હતું. દશરથ હાઇવે પાસે આ ઘટના સર્જાઇ હતી. સ્થાનિક પોલીસે યુવકનો મૃતદેહ એસ.એસ.જી હોસ્પિટલ પહોંડ્યો હતો
મહેસાણામાં પણ ચાઇનીઝ દોરીએ 4 વર્ષીય બાળકીનો જીવ લીધો હતો. વિસનગરના કડા દરવાજા નજીક ઘટના બની હતી. અહીં
4 વર્ષીય માસૂમ દીકરીને ચાઈનીઝ દોરી વાગતાં ગંભીર ઇજા પહોંચી હતી અને આખરે માસૂમનું મૃત્યુ થયું હતું. માતા બાળકીને તેડી ને જતી હતી એ વખતે ચાઇનીઝ દોરી વાગી જતાં દુર્ઘટના ઘટી હતી.
બીજી તરફ રાજકોટ-કોઠારિયા રોડ પર ચાઇનીઝ દોરીથી ગળું કપાતા 7 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું.
ઋષભ વર્મા નામના બાળકનું ગળામાં ચાઇનીઝ દોરી વાગી જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. બાદ ઇજાગ્રસ્ત હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો બદનસીબે તેને બચાવી શકાયો ન હતો અને ડોક્ટરે મૃત જાહેર કર્યો. બાળક લોઠડા ગામનો રહેવાસી હતો અને બપોરના સમયે કોઠારિયા શાકમાર્કેટ પાસેથી પસાર થઇ રહ્યો હતો, આ સમયે આ ઘટના બની હતી.