Rajkot: જસદણ નગરપાલિકાના મહિલા સદસ્યએ ભાજપના નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા, ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ
રાજકોટ: જિલ્લાના જસદણ નગરપાલિકા વોર્ડ નંબર 6 ભાજપ મહિલા સદસ્યએ સોનલબેન વાસાણીએ ઓડિયો વાઇરલ થયો છે. ઓડિયો ક્લિપ મારફતે ભાજપના કેટલાક નેતાઓ ખોટી રીતે હેરાન કરી રહ્યાનો ઉલ્લેખ કર્યો છે.
રાજકોટ: જિલ્લાના જસદણ નગરપાલિકા વોર્ડ નંબર 6 ભાજપ મહિલા સદસ્યએ સોનલબેન વાસાણીએ ઓડિયો વાઇરલ થયો છે. ઓડિયો ક્લિપ મારફતે ભાજપના કેટલાક નેતાઓ ખોટી રીતે હેરાન કરી રહ્યાનો ઉલ્લેખ કર્યો છે. સોનલબેન વાસાણીના પતિ જણસીના ધંધા સાથે સંકળાયેલ છે. જેઓના ગોડાઉનને ભાજપના કેટલાક નેતાઓના કહેવાથી મામલતદાર ખોટી રીતે રેડ કરીને હેરાન કરી રહ્યાનો ઉલ્લેખ કર્યો છે. સોનલબેન વાસાણીએ ઓડિયો ક્લિપમાં પ્રદેશના એક નેતાનું નામ લીધા વગર કહ્યું કે, મારી પાસે અનેક પૂરાવા છે.
જો મને ખોટી હેરાન કરી તો હું દરેક પૂરાવા મીડિયા સામે રાખીશ. કુંવરજીભાઈ બાવળીયાને ટીકીટ મળી એટલે પ્રદેશના એક નેતાને નથી ગમ્યું. પ્રદેશના આ નેતા એવુ સમજે છે હું એટલે ભાજપ અને ભાજપ એટલે હું. એવું સોનલબેન વાસાણીએ ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કર્યો અને આ પ્રદેશના ભાજપના નેતાઓના અનેક પૂરાવા મારી પાસે છે તેવી ચીમકી ઉચારી. ભાજપના નગરપાલિકા વોર્ડ નંબર છ ના સદસ્ય સોનલબેન વાસાણીએ પોતે જ ઓડિયો ક્લિપ વાયરલ કરી છે. જેના કારણે જસદણ શહેર ભાજપના નેતાઓમાં ચાલતો જૂથવાદ ફરી સામે આવ્યો છે.
સ્કૂલે જતી 10 વર્ષની બાળકીનું અપહરણ
વલસાડના વંકાસ નજીકની હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી છે. હત્યા કરાયેલી હાલતમાં સગીરાનો મૃતદેહ મળી આવ્યો છે. સગીરાના પિતા મહારાષ્ટ્રના તલાસરીના રહેવાસી છે. તલાસરી પોલીસે ગણતરીના કલાકનોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીએ સ્કૂલે જઈ રહેલી બાળકીનું અપહરણ કર્યું હતું. મહારાષ્ટ્રમાંથી અપહરણ બાદ બાળકીને ગુજરાતના ઉમરગામના વંકાસ નજીક લાવ્યો હતો. વંકાસની હદમાં બાળકી પર દુષ્કર્મ આચરી ગળું દબાવી હત્યા કરી હતી. આ ઘટનાને લઈ સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી જવા પામી છે. મહારાષ્ટ્ર અને વલસાડની ઉમરગામ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
હાથરસ ગેંગરેપ કેસમાં એસસી-એસટી કોર્ટે ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
ઉત્તર પ્રદેશના હાથરસ ગેંગરેપ કેસમાં SC-ST કોર્ટે ગુરુવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે ચારમાંથી ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે એક આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો છે. 14 સપ્ટેમ્બર, 2020ના રોજ હાથરસમાં કેટલાક યુવકો દ્વારા એક દલિત યુવતી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ પછી યુવતીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 29 સપ્ટેમ્બરે યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું. SC-ST કોર્ટે ત્રણ આરોપી લવ-કુશ, રામુ અને રવિને નિર્દોષ જાહેર કર્યા છે. સંદીપને કોર્ટે 3/110 અને 304 હેઠળ દોષિત ઠેરવ્યો છે. જો કે, પીડિત પક્ષ ચુકાદાથી અસંતુષ્ટ દેખાયો હતો. આ નિર્ણય સામે પીડિત પક્ષ હાઈકોર્ટમાં જઈ શકે છે.