Rajkot: સરપંચના 26 વર્ષના પુત્રએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર
રાજકોટ: જિલ્લાના ગોંડલ બાંદ્રા ગામના સરપંચના પુત્રએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. પાર્થ છગનભાઈ મકવાણા નામના યુવાને ગળાફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યું છે.
રાજકોટ: જિલ્લાના ગોંડલ બાંદ્રા ગામના સરપંચના પુત્રએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. પાર્થ છગનભાઈ મકવાણા નામના યુવાને ગળાફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યું છે. મૃતકની ઉંમર 26 વર્ષની હતી. મૃતકના મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો છે. ક્યાં કારણોસર યુવાને ગળાફાંસો ખાધો તેનું કારણ જાણવા મળ્યું નથી. સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સરપંચના પુત્રએ અચાનક આત્મહત્યા કરી લેતા સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસ તપાસ બાદ સામે આવશે કે, યુવકે ક્યા કારણોસર મોતને વ્હાલું કર્યું.
‘બિપરજોય’ વાવાઝોડાને પગલે તંત્ર એલ
હવામાન વિભાગ અનુસાર બીપરજોય વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે અને અરેબિયન સી થી ઉત્તર તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું 2 કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે 8 જુનથી પવનની ગતિમાં વધારો થશે. આવતીકાલથી વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગુજરાત પર વર્તાશે. દરિયાઈ કાંઠે પવનની ગતિમાં વધરો થશે. બીપરજોય વાવાઝોડા ની શક્યતા ને પગલે તંત્ર એલર્ટ પર છે. NDRF ની દિલ્હી હેડ ઓફિસ થી એલર્ટ રહેવા આદેશ અપાયા છે. સાથે જ રાજ્ય ની NDRF ની 18 ટીમો ને તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ રિજનલ રિસ્પોન્સ ટીમ વડોદરાના ઝરોદ ખાતે 12 ટીમ, ગાંધીનગરની 3 ટીમ અને રાજસ્થાન 3 ટીમો તૈયાર છે. વાવાઝોડા અને વરસાદ ને લઈને એન.ડી.આર.એફ સજ્જ છે. સમગ્ર ગુજરાતનું હેડ ક્વાર્ટર વડોદરા ના જરોદ પાસે કાર્યરત છે. એન.ડી.આર.એફ પાસે કુલ 18 ટીમો છે જેમાં 12 ટીમ વડોદરા માં સ્ટેન્ડ બાય મોડ પર છે જ્યારે 3 ટીમ ગાંધીનગર માં સ્ટેન્ડ બાય મોડ પર અને 3 ટીમ રાજસ્થાન માં સ્ટેન્ડ બાય મોડ પર છે. એક ટીમ માં 25 રેસ્ક્યુઅર્સ હોય છે. હજુ સુધી એક પણ ટીમ ને અન્ય જગ્યા પર ડિપ્લોય કરવામાં આવી નથી.
હવામાન વિભાગની આગાહી