શોધખોળ કરો

પોપટ સોરઠીયા હત્યા કેસ:  અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં કર્યું સરેન્ડર 

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા આજે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. ગઈકાલે સરેન્ડર થવાના અંતિમ દિવસે રાહત આપવામાં આવી હતી.

રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા આજે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. ગઈકાલે સરેન્ડર થવાના અંતિમ દિવસે રાહત આપવામાં આવી હતી.  સુપ્રીમ કોર્ટ દ્વારા આજે સાંજ સુધીમાં હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો હતો.  અનિરુદ્ધસિંહ જાડેજા સામેથી જ ગોંડલ કોર્ટની અંદર હાજર થયા છે. 

ગઈકાલે અનિરુદ્ધસિંહને સાત દિવસનો સ્ટે મળ્યો હતો જે આજે રદ થતા સામેથી કોર્ટમાં હાજર થયા છે.  પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં સામેથી હાજર થયા છે.  રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું છે.  ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે.  સુપ્રીમ કોર્ટ દ્રારા આજે 8 વાગ્યા સુધીમાં હાજર થવા ફરમાન કર્યું હતું. ગઇકાલે 7 દિવસની મુદ્દત આપ્યા બાદ વાંધા અરજી રજૂ થતાં આજે રજૂ થવાનો આદેશ કરાયો હતો. 

સુપ્રીમ કોર્ટે તેમને આપેલા સાત દિવસના સ્ટે ઓર્ડરને પરત ખેંચી લીધો છે, જેના કારણે તેઓને આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં જૂનાગઢ જેલમાં સરેન્ડર કરવાનું હતું. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે 22 ઓગસ્ટ 2025ના રોજ તેમની 2018ની સજા માફીને ગેરકાયદેસર જાહેર કરીને રદ કરી હતી અને એક મહિનામાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. 

શું હતો એ સમગ્ર કેસ ?  

15 ઓગસ્ટ, 1988ના રોજ ગોંડલના સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પોપટ સોરઠીયાની પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરાઈ હતી. આરોપો અનુસાર રાજકીય દુશ્મનાવટના લીધે અનિરુદ્ધસિંહ જાડેજાએ આ હત્યા અંજામ આપ્યો હતો. આ ગંભીર કેસમાં તેમને ટાડા એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. 1997માં સુપ્રીમ કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. આ તરફ અનિરુદ્ધસિંહે 18 વર્ષ સુધી જેલવાસ પણ ભોગવ્યો હતો. 29 જાન્યુઆરી, 2018ના રોજ સજા માફી માટેની ભલામણ બાદ તેમને તાત્કાલિક જેલમુક્ત કરવામાં આવ્યા હતા. જોકે હાઈકોર્ટ દ્વારા આ સજા માફીનો નિર્ણય હવે રદ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે આજે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરવાની ફરજ પડી છે.

અનિરુદ્ધસિંહનું નામ માત્ર એક હત્યા કેસમાં જ નહીં પણ પાટીદાર યુવક અમિત ખૂંટના આપઘાત કેસમાં પણ સામે આવ્યું છે. છેલ્લા ચાર મહિનાથી તેઓ આ કેસમાં ફરાર હતા.  પાટીદાર યુવક અમિત ખૂંટના આપઘાત કેસમાં પણ અનિરુદ્ધસિંહની ધરપકડ થઈ શકે છે. 

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં મહિલા તબીબને માર મારનારા તબીબની અટકાયત, ગઇકાલે સિવિલ હૉસ્પિટલમાં થઇ હતી બબાલ
Rajkot: રાજકોટમાં મહિલા તબીબને માર મારનારા તબીબની અટકાયત, ગઇકાલે સિવિલ હૉસ્પિટલમાં થઇ હતી બબાલ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Embed widget