શોધખોળ કરો
Advertisement
Rajkot: મનપામાં કૉંગ્રેસના સૂપડા સાફ થતા આ નેતાએ આપ્યું રાજીનામું
રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે. રાજકોટમાં કૉંગ્રેસને માત્ર 4 બેઠકો મળી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેરમાંથી કોંગ્રેસના સુપડા સાફ થયા છે.
રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે. રાજકોટમાં કૉંગ્રેસને માત્ર 4 બેઠકો મળી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેરમાંથી કોંગ્રેસના સુપડા સાફ થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ભલે કોરોનાના કારણે મહાનગરપાલિકાનો ચૂંટણી પ્રચાર ન કરી શક્યા પણ રાજકોટના લોકોએ ભાજપને ખોબલેને ખોબલે મત આપ્યા છે.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર પણ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17માંથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ ભાજપના ઉમેદવારની સામે હારી ગયા. અશોક ડાંગર ચૂંટણીમાં હારી જતા તેમણે શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે.
રાજકોટ મહાનગર પાલિકામાં કૉંગ્રેસે ખાતુ ખોલાવ્યું છે. કોંગ્રેસે વોર્ડ નં 15માં આખી પેનલમાં વિજય મેળવ્યો છે. આથી ભાજપના વિજય રથ પર રોક લગાવવા માટે કોંગ્રેસે માત્ર 4 બેઠક સમ ખાવા પુરતી જીતી છે. રાજકોટમાં ભાજપના 68 ઉમેદવારોને જીત મળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
સુરત
Advertisement