(Source: Poll of Polls)
ઓનલાઇન સટ્ટા માટે હાઇટેક બન્યા બુકીઓ, રાજકોટમાં ટી પોસ્ટ કાફેના ચાના કપનો ઉપયોગ કરીને રમાડતા સટ્ટો
જોકે જાણ થતાં કાફે દ્વારા આ કપ આપવાના બંધ કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસ માટે પણ આવા હાઈટેક બુકીઓ પડકાર રૂપ બન્યા છે.

રાજકોટઃ હાલમાં આઈલીએલ તેના અંતિમ તબક્કામાં છે ત્યારે ઓનલાઈન સટ્ટો રમાડતા બુકીઓ પણ નવી નવી ટેકનીક અપનાવી રહ્યા છે. હવે ઓનલાઈન સટ્ટો રમાડનારા બુકીઓ હાઈટેક બની ગયા છે. પોલીસને ઊંઘતી રાખી બુકીઓએ ક્રિકેટ સટ્ટાની નવી જ ટેકનિક અપનાવી છે જે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.
મળતી માહિતી મુજબ કાફેના ચાના કપમાં ક્રિકેટ સટ્ટાની એપ્લિકેશનનો QR કોડ આવે છે. ટી પોસ્ટ કાફે ના ચા ના કપમાં સટ્ટા માટે હાઇટેક એપ્લીકેશન બનાવવામાં આવી છે. એપ્લીકેશન ખુલતા વોટ્સ એપનો લોગો આવે છે, તે ક્લિક કરતા ડાયરેક્ટ વોટ્સ એપ ચેટ ખુલે છે અને તેમાં આઈડી બનાવવાની ઓફર આપવામાં આવે છે.
જોકે જાણ થતાં કાફે દ્વારા આ કપ આપવાના બંધ કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસ માટે પણ આવા હાઈટેક બુકીઓ પડકાર રૂપ બન્યા છે.
Rajkot: બાબા બાગેશ્વરના ગુજરાત આગમનને પગલે શરૂ થયો વિવાદ, જાણો કોણે બાબાને ગણાવ્યા તાંત્રિક?
Rajkot: દેશભરમાં હિન્દુત્વ યુવા આગેવાન અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે. બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આમાં કેટલાય લોકો હાજરી આપશે. ખાસ વાત છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના આ દિવ્ય દરબારને લઈ લોકલ કમિટી બની છે.
બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત આગમન પહેલા જ જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો છે. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા હતા. પોતાની પોસ્ટમાં પુરસોત્તમ પીપરીયાને ડ્રગ્સ ક્યાંથી આવે તે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો હતો.
એટલુ જ નહી, જો બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વર વશીકરણની વિદ્યાનો દુરૂપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જો બાબા ત્રિકાળ જ્ઞાની હોય તો ડ્રગ્સ ક્યાંથી આવે તેની માહિતી આપે અને જો બાબા ડ્રગ્સ સપ્લાય ચેઈનની માહિતી આપશે તો તે પોતે બાબા બાગેશ્વરનું મંદિર બનાવશે તેવી જાહેરાત કરી હતી.





















