(Source: ECI/ABP News/ABP Majha)
દારુ ભરેલી કારનો થયો અકસ્માત, લોકોએ દારૂ લેવા માટે કરી પડાપડી
ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા છે. રાજ્યમાં દરરોજ દારુ પકડાય છે. બુટલેગરોને હવે પોલીસનો કોઈ ડર નથી રહ્યો.
ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા છે. રાજ્યમાં દરરોજ દારુ પકડાય છે. બુટલેગરોને હવે પોલીસનો કોઈ ડર નથી રહ્યો. તેઓ ખુલ્લેઆમ દારુની હેરફેર કરતા હોય છે. કઇંક આવી જ હેરફેરનો પર્દાફાશ રાજકોટ-પોરબંદર હાઇવે પર થયો છે. આ વખતે ઘટના થોડી અલગ બની છે. આ હાઈવે પર દારૂની હેરફેર કરતા બુટલેગરોને અકસ્માત નડ્યો હતો. દારુ લઈને જતી કારનો અકસ્માત થતા રસ્તા પર દારૂની રેલમછેમ જોવા મળી હતી.
દારુ ભરેલી કારનો અકસ્માત ગુંદાળા ગામ નજીક થયો હતો. અકસ્માત બાદ સ્થાનિકો અને રસ્તે જતા વાહનચાલકોએ દારૂની રીતસર લૂંટ ચલાવી હતી. જેના હાથમાં જેટલી બોટલ આવી તેટલી લઇને ચાલતી પકડી હતી. આ ઘટનાનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં લોકોએ મન મુકીને દારૂની લૂંટ ચલાવી તે જોવા મળી રહ્યું છે. કોઇએ બે બોટલ, તો કોઇએ આખે આખી દારૂની પેટીની ઉઠાંતરી કરી હતી. જેટલી હાથમાં આવે તેટલી બોટલ ઉઠાવીને લોકોએ દોટ મૂકી હતી.
ગુજરાતમાં આજથી ત્રણ દિવસ વરસશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ત્રણ દિવસ રાજ્યમાં ફરી વરસાદ જામશે. હવામાન વિભાગે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી થશે મેઘ મંડાણ. ગુજરાતમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ 19 અને 20 સપ્ટેમ્બર ભારે વરસાદ થઇ શકે છે. રાજ્યામાં હજુ 20 ટકા વરસાદની ઘટ્ટ છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો ડિપ્રેશનના કારણે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેની સીધી અસર ગુજરાત પર થશે. હવામાન વિભાગે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વરસાદની શક્યતાને જોતો હવામાન વિભાગે મંગળવાર સુધી ઓરેંજ અલર્ટ જાહેર કર્યું હતું. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ફરી મેઘમંડાણ થઇ શકે છે. હવામાન વિભાગે 19થી 21 તારીખ સુધી એટલે કે, આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મહીસાગર, દાહોદ, પંચમહાલ,અરવલ્લી,સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.