શોધખોળ કરો

Rajkot:રાજકોટના અધિકારી આત્મહત્યા કેસમાં  CBIને મહત્વની ડાયરી હાથ લાગી

રાજકોટમાં ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારી જવેરીમલ બિશ્નોઈને ત્યાંથી CBIને મહત્વની ડાયરી હાથ લાગી છે.

રાજકોટ:  રાજકોટમાં ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારી જવેરીમલ બિશ્નોઈને ત્યાંથી CBIને મહત્વની ડાયરી હાથ લાગી છે.  આ ડાયરીમાં અનેક મોટા અધિકારીઓના નામ ખૂલે તેવી શક્યતાઓ છે.  આ ડાયરીમાં કોની પાસેથી કેટલી લાંચ લીધી ?  ક્યા-ક્યા ઉપરી અધિકારીઓ અને સાથી અધિકારીઓને રૂપિયા પહોંચાડવામાં આવતા હતા તે અંગે ખુલાસો થયો છે. 

CBIના અધિકારીઓ તરફથી ડાયરીમાં રહેલા હિસાબોની ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.  આવનારા દિવસોમાં ફોરેન ટ્રેડના અનેક અધિકારીઓના નામ ખૂલે તેવી શક્યતાઓ છે. આ ડાયરીમાં લાંચ સ્વીકાર્યા અંગે હિસાબી આંકડા અને અન્ય આરોપીઓને સંડોવણી અંગે CBIના ઉચ્ચ અધિકારી તરફથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા ક્યા લોકો પાસેથી કેટલા રૂપિયા લીધા તેનું રહસ્ય ડાયરીમાં ખૂલશે. 

Gujarat: રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો

રાજ્યમાં આજે અને આવતીકાલે અંગ દઝાડતી ગરમી પડશે.  બુધવારથી  ફરી કમોસમી વરસાદ વરસશે.  હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 29 થી 31 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. 29 માર્ચના મોરબી, જામનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠું પડશે.

30 માર્ચના અમદાવાદ,  ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી,  દ્વારકા,  બોટાદ અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે. જ્યારે 31 માર્ચના અમરેલી, ગીર સોમનાથ, સુરત અને ભરૂચ જિલ્લામાં માવઠું પડશે. હવામાન વિભાગના મતે કમોસમી વરસાદ પહેલાં મોટાભાગના શહેરમાં ગરમીનો પારો 30 ડિગ્રીને પાર રહેશે.

જો કે, માવઠું પડતાં જ તાપમાનનો પારો નીચે જશે.  ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે.  આજે અમદાવાદ,  ભૂજ અને રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યા છે.  આ ત્રણેય શહેરમાં તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે. 

Ahmedabad: હાર્દિક પટેલ પર ત્રણ ગંભીર કેસ, પણ ભાજપમાં ગયા એટલે પવિત્રઃ જગદીશ ઠાકોર

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષ પદ ન મળવા મુદ્દે કહ્યું, માત્ર ગુજરાતમાં જ નહીં ક્યાંય એવો કાયદો નથી કે 10 ટકા બેઠક ન હોય તો વિપક્ષપદ ન મળે. પહેલા 5-10 વર્ષની માહિતી મળતી હવે 2 વર્ષની માહિતી નથી આપવામાં આવતી. ભાજપની ભગિની સંસ્થાઓમાં RTI એક્ટ લાગુ પડતો નથી. ADC બેન્ક હોય કે અન્ય ખાનગી સંસ્થાઓ ત્યાં કેમ RTI લાગુ નથી થતી. નગરપાલિકા, મહાનગરપાલિકા વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓને બોલવા દેવામાં આવતા નથી. ગૌરી લંકેશની હત્યા કરી દેવામાં આવી,જીગ્નેશ મેવાણી ઉપર ત્રણ કેસ કેમ થયા, તેની હત્યા થવાની ભીતિ મેવાણી કરી ચુક્યા છે. હાર્દિક પટેલ કેમ ભાજપમાં ગયા ? ત્રણ ત્રણ ગંભીર કેસ થયા પણ ભાજપમાં ગયા એટલે પવિત્ર.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Embed widget