રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રીના પુત્ર વિરુદ્ધ ફરિયાદ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. ભાજપના મહામંત્રી નાગદાન ચાવડાના સાઢુના ભાઈએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.
રાજકોટ: રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. ભાજપના મહામંત્રી નાગદાન ચાવડાના સાઢુના ભાઈએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. ગઈકાલે 39 લાખ રૂપિયાની લેતીદેતી મામલે જિલ્લા ભાજપ અગ્રણીના પુત્રએ બોટલનો ઘા કર્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
સુરેશ નગદાનભાઈ ચાવડા સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. ઉલ્લેખનીય છે કે નાગદાન ચાવડાના સગા સાઢુનો નાના ભાઇ મહિપતભાઈ ડાંગરએ ફરિયાદ કરી છે. ફરિયાદી મહિપતભાઇ એ 2017 માં 39 લાખ સુરેશ નગદાન ચાવડા પાસેથી હાથ ઉછીના લીધા હતા. જે બાદ માથાકૂટ થતાં મહિપતભાઈએ સુરેશને 39 લાખના રૂ 1 કરોડ ને 92 લાખ આપ્યા હતા. છતાં ગઈકાલે સવા કરોડની માગણી સાથે સુરેશે મહિપતભાઈની ઓફિસે તોડફોડ કરી હતી. પોલીસે સુરેશ નાગદાન ચાવડા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
સમગ્ર મામલે ડીસીપી ઝોન-2 સુધીર કુમાર દેસાઈએ નિવેદન આપ્યું હતું. સુરેશ નાગદાન ભાઈ ચાવડા વિરુદ્ધ 452, 504 ,287, 506/2 મનીલેન્ડિંગ 540,42 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદીએ રૂપિયા પરત આપી દીધા તેનું સ્ટેમ્પ પેપર પર લખાણ છતાં સુરેશ ચાવડાએ વ્યાજની વધુ માંગણી કરી તોડફોડ કરી હતી. વ્યાજ મામલે મનીલેન્ડીગ એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરાયો છે. સમગ્ર મામલે આરોપીને શોધવા તપાસ હાથ ધરાઇ છે.
નિર્મળભાઇ રતાભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, પોતે તથા તેના મોટાભાઇ મહિપતભાઇ ડાંગર સંયુક્તમાં ઉપરોક્ત સ્થળે વેપાર કરે છે. નાગદાન ચાવડા તેમના સગા સાઢુભાઇ થાય છે.નાગદાન ચાવડાના પુત્ર સુરેશે વર્ષ 2017માં નિર્મળભાઇના મોટાભાઇ મહિપતભાઇને હાથઉછીના રૂ.39 લાખ આપ્યા હતા અને આઠ મહિના બાદ જ રૂ.1.92 કરોડની ઉઘરાણી કરી હતી, સુરેશ સાઢુભાઇનો પુત્ર થતો હોવાથી પરિવારમાં માથાકૂટ થાય નહીં તે માટે તેને રૂ.1.92 કરોડ ચૂકવવામાં આવ્યા હતા અને તે અંગેનું લખાણ પણ તેની પાસે કરાવવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક દિવસથી ભાજપ આગેવાન નાગદાનના પુત્ર સુરેશે ફરીથી નાણાંની ઉઘરાણી શરૂ કરી હતી અને રૂ.1.25 કરોડ આપવા પડશે તેમ કહી ધમકાવવાનું શરૂ કર્યું.